________________
૫૩૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ હતું. પણ તેને સાધુ ભટ્ટી પરણી બેઠે. પરિણામે તે બન્ને વચ્ચે વિ. સં. ૧૪૬૪માં યુદ્ધ થયું. તેમાં અરણકમલ જીત્યો. કર્મદેવી વિધવા બની, સતી થઈ. અરણકમલે સાધુના બાપ રણુરંગ ભટ્ટીને પણ હરાવ્યું. પછી ચંડ રાજાએ નાગર પણ જીતી લીધું. ભટ્ટીઓએ રાજા ચંડને દગો કરી પરણવવા બેલાવી એચિત હલ્લો કરી, મારી નાખે.
ચંડ રાઠોડને રાજકાળ વિ. સં. ૧૪૩૮ થી ૧૪૫૬ છે.
(૧૨) રાવચંદ રાઠેડ-તેને ૧૪ પુત્ર અને હંસા નામે એક પુત્રી હતી. તેણે હિંસાને મેવાડના રાણું લાખા સાથે પરણાવી. લાખાને તેનાથી કુછ નામે પુત્ર થયે.
(૧૩) રાવ રણમલ-તે વિલક્ષણ, ચતુર, રસિક રાજા હતા. તે ચિત્તોડમાં જ વધુ રહેતો હતો. અને ત્યાં જ મરણ પામ્યું. આથી ગિહેાતને રાજકુમાર નવલઇ મંડેરની ગાદી દબાવી બેઠે. રણમલના અવિચારીપણાથી તેને પુત્ર જોજી અરવલ્લીની પહાડીમાં રજળતો રખડતો બની ગયે. રણમલ્લને ૨૪ પુત્ર હતા. જોધાજીએ મંડેર જઈ, ત્યાંની ગાદી પોતાના હાથમાં લીધી.
(૧૪) રાવ જોધાજી-તેને સં. ૧૮૮૪માં દુનલા ગામમાં જન્મ થયું હતું. તે મંડોરને રાજા બન્યા. પછી તેણે વિસં. ૧૫૧૫ના જેઠ મહિનામાં સંડોરની દક્ષિણે ૨ કેશ દૂર નવું જોધપુરનગર વસાવ્યું. તે ૬૧ વર્ષની ઉંમરે સં. ૧૫૪પમાં મરણ પામે. તેને ૧૬ પુત્ર હતા. જે સૌએ મારવાડને વિકસાવ્યું. તે આ પ્રમાણે
મેટા પુત્ર સાંતુલે “સાંતલમેર” વસાવ્યું. ચોથા પુત્ર દુદુએ મેડતામાં” ગાદી સ્થાપી. તેના વંશજો “મેડતીયા રઠેડ” કહે વાયા. દુદાએ પિતાની પુત્રી મીરાંબાઈને રાણા કુંભા સાથે પરણાવી. દુદાનો પૌત્ર જયમલ્લ શૂરવીર હતો. તેણે ચિત્તોડના રક્ષણમાં અકબર સામે બહાદૂરી બતાવી હતી. છઠ્ઠા પુત્ર વીકાજીએ (વિકમે) સં. ૧૫૪ર વૈશાખમાં જાંગલૂ પ્રદેશમાં વીકનેર વસાવ્યું. અને સં. ૧૫૪૫ માં તેને કિલ્લે બનાવ્યું.
(જાગલ દેશ માટે જૂઓ પ્રક. ૫૦, પૃ. ૪૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org