SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૫ બાવનમું ] આ૦ રત્નશેખરસૂરિ (૧૫) વીકેજી–તે સં. ૧૫૫૧માં મરણ પામે. તેની પછી બીકાનેરની ગાદીયે ક્રમશઃ (૧૬) જેતમલ (૧૭) કલ્યાણમલ અને (૧૮) રાયસિંહ રાજા થયા હતા. (૧૫) રાવ સૂરજમલ (સં. ૧૫૪પ થી ૧૫૭૨) તે જોધાજીનો બીજો પુત્ર હતો. તે રાજપદને લાયક હતો. તેણે ૨૭ વર્ષ રાજ્ય કર્યું. તેણે વિ. સં. ૧૫૭૨ માં પીપાડ નગરમાં પાર્વતી ઉત્સવમાં આવેલી ૧૪૦ રાજકન્યાઓનું હરણ કરનારા પઠાણદલને ભગાડયું. અને કુમારીઓને બચાવી લીધી. પણ તે યુદ્ધમાં લાગેલા ઘાથી ઘવાઈ, સં. ૧૫૭૨ના ભાદરવામાં મરણ પામ્યા. (૧૬) ગંગદેવ (સં. ૧૫૭૨ થી ૧૫૮૭) તે બા) બાબર અને રાણા સંગ્રામસિંહના યુદ્ધ થયા બાદ ૪ વર્ષે સં. ૧૫૮૭માં મરણ પામે. (૧૭) રાવ માલદેવ (સં. ૧૫૮૭ થી ૧૯૭૧) તે રાવ ગંગદેવ પછી જોધપુરને રાજા બન્યો. તેણે અજમેર, નાગાર, વિક્રમપુર અંબરથી ૧૦ કોશ દૂર ચાટસુ અને શિહિ વગેરે નગરે, જીતી લીધા તથા ૨૪૦,૦૦૦ રૂપીયા ખરચી, જોધપુરને કિલ્લે બનાવ્યો. તે વિ. સં. ૧૯૨૫માં બાઇ અકબરને તાબે થયે અને તેની સાથે પિતાની પુત્રી જેવબાઈ પરણાવી. રાવ માલદેવને (૧) રામસિંહ (૨) રાયમલ (૩) ચંદ્રસેન (૪) ઉદયસિંહ (૫) ઈશિકરણ (૬) ગોપાળદાસ (૭) પૃથ્વીરાજ (૮) રત્નસિંહ (૯) ભેજરાજ (૧૦) વિકમજિત (૧૧) ભાણુ અને (૧૨) ૪૪૪ એમ ૧૨ પુત્રો હતા. (ટેટ રાજસ્થાન આધ્યાય, ૧ થી ૩ પૃ. ૪૪૧ થી ૪૭૨) ૧૯ ઉદયસિંહ-(સં. ૧૬૪૦ થી ૧૬૬૪) તેણે વિચાર્યું કે પિતા માલદેવ અને માટે ભાઈ ચંદ્રસેન એ બન્નેય મારવાડને મેગથી બચાવવા જતાં ખુવાર થયા હતા અને આખરે તેઓ નિરાશ થયા હતા તો મારે તે ઉપાધિથી મુક્ત રહી, અકબરને આધીન રહી ને જ, સુખશાંતિમાં જીવન ગાળવું. એજ વિશેષ લાભકારક છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy