________________
૪૯૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૩, તરંગ : ૬, સં. ૧૮૬૬માં, એ જ વિજ્ઞપ્તિના ત્રીજા સ્ત્રોતરૂપે ગુર્વાવલી લે ૪૬ સં. ૧૪૪માં ઉપદેશરત્નાકર–પણ વૃત્તિ સહ, સં. ૧૮૮૩માં જયાનન્દચરિત્રમહાકાવ્ય ગ્રં૦ ૭૫૦૦, સં. સં૦ ૧૪૪ કે સં૦ ૧૫૦૨માં મેવાડના દેલવાડામાં સતિકર થયું, પ્રાકૃત ગીથા; ૧૩, સં. ૧૪૮૪માં મિત્રચતુષ્ક કથા, સં. ૧૪૮૪માં અધ્યાત્મકલ્પદ્રુમ, “જયશ્રિય ધામ” સ્તવન લે૬. વગેરે.
નોંધ: વૃદ્ધો કહે છે કે આ મુનિસુંદરસૂરિએ “સંતિક સ્તોત્ર” ગાથા ૧૩ ઉપદ્રવની શક્તિ માટે બનાવ્યું. ત્યારથી આપણામાં “સંતિક કલ્પમાં લખ્યા મુજબ હંમેશાં સાંજે દેવશી પ્રતિક્રમણમાં દુખ–ખયના કાઉસગ્ગ પછી, “એકવાર” અને પખિ પ્રતિક્રમણ વગેરેમાં “૧ થી વધુવાર” પાઠ બેલવાનો રીવાજ (મર્યાદા) ચાલુ થયો હતો. પરંતુ ઉદેપુર નગરમાં કોઈ જાતની અશાન્તિ હતી. આથી ત્યાં રહેલા ભટ્ટારકે (સંભવતઃ તપ રત્નશાખાના ભ. વિજયરાજસૂરિએ) સાંજે પ્રતિક્રમણના છેડે સંતિકાર બેલીને પછી અથવા સંતિકને બદલે એકાએક લઘુશાન્તિ સ્તોત્ર અને મેટી શાન્તિ સ્તોત્ર બોલવાનું શરૂ કરાવ્યું ત્યારથી આપણામાં સંતિકરને બદલે લઘુશાતિ અને મેટી શાન્તિ સ્તોત્ર બોલવાનું ચાલું થયું છે. આજે તે પ્રમાણે બોલવાની પરંપરા છે. પણ વિશેષતા એટલી છે કે પકખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ થયા બાદ સંતિકર સ્તોત્ર પણ અવશ્ય બેલાય છે.
મુનિ પરિવાર–આ. મુનિસુંદરસૂરિએ જગતને વિવિધ શક્તિવાળા શ્રમણ અને શ્રમણ પરંપરા આપી તે આ પ્રમાણે
પટ્ટાવલી ૧લી ( ૫૧. ભ૦ મુનિસુંદરસૂરિ
પર. આ. વિશાલરાજસૂરિ–તેમને આ૦ સેમસુંદર સૂરિએ દીક્ષા આપી, અને આ૦ મુનિસુંદરસૂરિના શિષ્ય બતાવ્યા. આથી આ વિશાળરાજ તે બંનેના શિષ્ય લેખાયા. તેમને આ૦ સેમસુંદરસૂરિએ દેલવાડામાં વીસલ શેઠે કરેલા ઉત્સવમાં ઉપાધ્યાયપદ આપ્યું અને આ૦ મુનિસુંદરસૂરિએ સં૦ માં ગેવિંદ શ્રેષ્ઠીએ કરેલા ઉત્સવમાં ગામમાં આચાર્યપદ આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org