________________
એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ
૪૯૭ શેઠ દેવરાજે આ સેમસુંદરસૂરિની પૂજા કરી. વિવિધ પકવાન્નો. વાળાં ભેજને તૈયાર કરી, મુનિરાજેની ભક્તિ કરી, શ્રીસંઘની ભક્તિ કરી. સૌની વસ્ત્રદાનથી ભક્તિ કરી. અને સં૦ ૧૪૭૮માં વડનગરમાં આ સેમસુંદરસૂરિના વરદ હસ્તે ઉપાધ્યાય મુનિસુંદર ગણિને આચાર્યપદવી અપાવી. તીર્થયાત્રા સંઘ
એ પછી શેઠ દેવરાજે આ૦ સેમસુંદરસૂરિની આજ્ઞા લઈ નવા આચાર્ય મુનિસુંદરસૂરિની અધ્યક્ષતામાં સંઘપતિ બની, શત્રુંજયતીર્થ વગેરેની યાત્રા માટે છરી પાળતા માટે યાત્રા સંઘ કાઢો. આ સંઘમાં પ૦૦ ગાડાં હતાં. ઘણી સ્ત્રી પુરુષ હતા. જિનપૂજા માટે સાથે “સેના-ચાંદીનાં જિનાલય” હતાં
શ્રીસંઘ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરી માટે મહોત્સવ કરી, દાન આપી, પાછો પિતાના સ્થાને આવ્યું. એ પછી આ૦ મુનિસુંદરસૂરિએ ગુરુદેવ આ૦ સેમસુંદરસૂરિની આજ્ઞાથી પિતાના પરિવાર સાથે બીજે વિહાર કર્યો.
(–સં. ૧૫૧૪, પં. પ્રતિષ્ઠા મગણિકૃત
સેમ સૌભાગ્ય કાવ્ય, સર્ગ : ૬, ૧૦) પદવી પ્રદાન
આ૦ મુનિસુંદરસૂરિએ પોતાના હાથે ઘણું આચાર્યો ઉપાધ્યાય, પંડિત, શ્રીહેમહંસગણિ વગેરે સાધુઓ, સાધ્વીઓ અને સંઘપતિઓ બનાવ્યા.
(–સમસૌભાગ્યકાવ્ય, ગુરુગુણરત્નાકર કાવ્ય, હીરસૌભાગ્ય મહાકાવ્ય-સર્ગઃ ૪, મહા ધર્મસાગરગણિની તપાગચ્છ પટ્ટાવલી.)
– તેમણે ઘણા ગ્રંથો રચ્યા છે, તેમાંના કેટલાંકનાં નામ આ પ્રકારે છે?—સં. ૧૪૫૫માં ચતુર્વિશતિસ્તંત્ર રત્નકેશ, સં. ૧૪૫૫માં નૈવેદ્યગોષ્ટી, . ૧૪૫૫માં શાંતસુધારસ, સં. ૧૪૬૬માં ભ. દેવસુંદરસૂરિને વિજ્ઞપ્તિરૂપે ૧૦૮ હાથ લાંબો પત્ર વિજ્ઞપ્તિત્રિવેણી સ્ત્રોત :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org