________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વીરવંશાવલીમાં વર્ણન છે કે, અહીંના વીશા પોરવાડ શાળ ધૂલાજીએ અહીં ભ૦ સોમસુંદરસૂરિના ઉપદેશથી (૧) ભ૦ ઋષભદેવ, (૨) ભ૦ શાંતિનાથ, (૩) ભ૦ નેમિનાથ, (૪) ભ૦ પાર્શ્વનાથ અને (૫) ભ૦ મહાવીરસ્વામી. એ પાંચ તીર્થકરના જૂદા જૂદા પાંચ જિનપ્રસાદ બનાવી, તેની પ્રતિષ્ઠા કરાવી.
(-વીરવંશાવલી, વિવિધ છીય પટ્ટાવલી સંગ્રહ,
પૃ૦ ૨૧૫, જૈન ઈતિ, પ્રક. ૫૦, પૃ. ૪૫૦) આ વાદિદેવસૂરિની પરંપરાના (૪૫માં) આ૦ પરમાનંદસૂરિના ઉપદેશથી શેઠ વાહડના પુત્રો શરણદેવ વગેરેએ સં૦ ૧૩૪૫માં સમેતશિખરતીર્થની યાત્રા કરી આવ્યા પછી સમેતશિખર તીથને પાષાણુપટ્ટ બનાવી પસીના તીર્થમાં સ્થાપન કર્યો હતો.
( –પ્રક. ૪૧, પૃ. ૫૯૮) ઉપા૦ ગુણવિજયગણિવર લખે છે કે, તપાગચ્છીય ભટ્ટા વિજયદેવસૂરિ (સં. ૧૬૭૨ થી ૧૭૨૩) છરી પાળતા યાત્રા સંઘ સાથે કુંભારિયાજી તીર્થ થઈને એટા પસીના પધાર્યા હતા અને તેમણે ત્યાં ફરીવાર પ્રતિષ્ઠા કરાવી હતી.
(–તપાગણપતિ ગુણપદ્ધતિ, પટ્ટાવલી સમુચ્ચય ભા૧, પૃ. ૮૫)
આ ઈતિહાસને લેખકે મુનિ દર્શનવિજયજી, મુનિ જ્ઞાનવિજયજી અને મુનિ ન્યાયવિજયજી (ત્રિપુટી)ના ઉપદેશથી રહિડાના જૈન મિત્રમંડળે સં. ૨૦૦૫ના કાર્તિક વદિ ૧૦ને રવિવારે રેહિડાથી પિસીના તીર્થને છરી પાળતે યાત્રાસંઘ કાઢયે હતું, જેમાં સાધુ સાધ્વી ઠાણા ૧૦, શ્રાવક-શ્રાવિકાઓ ૪૫૦ સાથે હતાં. આ સંઘ સનવાડા, નાનું ભૂલા, ખાપાને બંગલ, અંજની ગામ, કાલીકાંકરની
૧. ખાપાના બંગલાથી પગાઉ વિકરણ ગામ છે. ત્યાં શ્રાવકનાં ૧૦ ઘર છે. નાનું એક ઘરમંદિર છે. શ્રાવકે ભાવિક છે. અહીંથી પહાડી રસ્તે બે દિવસમાં કેશરિયાજી જવાય છે.
અંજની ગામમાં ભીલના ઘરમાં એક ભ૦ કુંથુનાથની ધાતુની પંચતીથી જિન પ્રતિમા છે. તેના ઉપર લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org