SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ ૪૮૯ વિરાજમાન કરી, તે જ પ્રતિમાને મૂળનાયક તરીકે રાખીને આ ચોથું મંદિર બન્યું છે. આ મંદિરને સં૦ માં ભટ્ટા, વિજયદેવસૂરિના ઉપદેશથી મટે જીર્ણોદ્ધાર થયો. અમને એમ લાગે છે કે, તે જીર્ણોદ્ધારમાં અહીં મૂળનાયક તરીકે શેઠ અર્જુને ભરાવેલી પ્રતિમાને બદલે ભ૦ આદિનાથની બીજી ભવ્ય પ્રતિમા બેસાડવામાં આવી હોય. કારણ કે આ જિનમંદિરની જમણી તરફની એક ઓરડીમાં શેઠ અર્જુને આ૦ સેમ સુંદરસૂરિના હાથે સં૦ ૧૪૭૭ (અથવા સં૦ ૧૪૮૧ કે ૧૪૯૧) માં પ્રતિષ્ઠા કરાવેલી પ્રતિમા બિરાજમાન છે. આ મંદિરમાં ભ૦ આદિનાથની પ્રતિમા ભવ્ય, વિશાળ અને મનહર છે. તેમના બંને ખભા ઉપર વાળની લટે ઉતારી છે, જે ભગવાનના ચતુર્મુષ્ટિ લચનું પ્રતીક છે. અને બીજી રીતે કહીએ તે ભ૦ અષભદેવની પ્રતિમા હોવાની અચૂક નિશાની છે. આ પ્રતિમાની ગાદીમાં લંછન નથી, લેખ નથી પણ વેલબૂટાની આકર્ષક અને સુંદર કેરણી છે. મૂળનાયકની બાજુમાં ભગવાન પાર્શ્વ. નાથના બે કાઉસગ્ગિયા છે. બહારના ભાગમાં રંગમંડપમાં સામસામા બે ગેખલામાં અંબિકાદેવી અને સરસ્વતીદેવીની સુંદર મૂતિઓ છે. તેની પાસેની ડાબી બાજુની દેરીમાં ૧૩ જિનપ્રતિમાઓ છે. અને જમણી બાજુની દેરીમાં ૪ જિનપ્રતિમાઓ છે, તેમાં જે કેસરિયાજીની એક શ્યામ પ્રતિમા છે, તે મૂળનાયકના સ્થાને બિરાજમાન છે, અહીંના લેકે આને ભ૦ નેમિનાથનું મંદિર માને છે. મંદિરના દરવાજા પાસે ડાબી તરફ મણિભદ્રવીરની સ્થાપના છે. અસલમાં આ મણિભદ્રવીરની સ્થાપના ઉપાશ્રયમાં હતી, તે ત્યાંથી લાવીને તેને અહીં બિરાજમાન કરેલ છે. આ સ્થાન પ્રભાવિક અને ચમત્કારી છે. આ મંદિરમાંથી બગીચામાં થઈ સીધા ભ૦ મહાવીરસ્વામીના મંદિરમાં જવાય છે. (–જેને સત્યપ્રકાશ, ક્ર૧૭૦, પૃ. ૪૦, ૦ ૧૭૧, પૃ. ૭૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy