SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ધર્મપ્રેમી હતા. તેણે બાળપણમાં” સમ્યક્ત્વ તથા શ્રાવકનાં બાર તેને” સ્વીકાર કર્યો હતે. દેઉ પરણીને સરસ્વતી પાટણમાં આવી, અહીં પણ ધર્મકાર્યોમાં રત રહેતી. નિર્મળ શીલથી સદા શેભતી દીવીની જેમ પ્રકાશતી હતી. પણ તેમાં અંજનની કાળાશ હતી જ નહીં. તેણે બંને કુળ દીપાવ્યાં. તે સામાયિક, પૌષધ અને ઉપધાન કરતી. સાવદ્ય ક્રિયાને સદા ત્યાગ કરતી. તેણે સાતે ક્ષેત્રમાં દાન આપ્યું. તે દૈનિક આવશ્યક કિયામાં પ્રેમવાળી હતી. તેણે તપાગચ્છના આચાર્યશ્રી સમસુંદરસૂરિના ઉપદેશથી દેલવાડામાં ભ૦ ઋષભદેવના જિનાલયમાં મેટી દેવકુલિકા બંધાવી, તેમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એકંદરે દેઉ સતી સુલસાની જેમ શુદ્ધ સમ્યક્ત્વ પાળતી, સંઘપૂજા, તીર્થયાત્રા અને માળાપણુ વગેરે વિવિધ ધર્મકાર્યો કરતી હતી. દેઊ એ આ૦ સેમસુંદરસૂરિ ગુરુદેવના ઉપદેશથી સં. ૧૪૨માં પોતાના કલ્યાણ માટે કાગળ ઉપર “કલ્પસૂત્ર'ની પાંચ પ્રતિઓ” લખાવી. (-શ્રી જૈન સાહિત્ય પ્રદર્શન, શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં૦ ૨૩, ઇતિ પ્રક. ૪૫, પૃર૬૧, ક૦ ૧૩) સં. ગેવિંદ–તે ઈડરના રાવ પૂજાજીને માનીત, અને ઈડરના જૈન સંઘના અગ્રેસર સંઘવી વત્સરાજને પુત્ર હતું. શ્રીમંત રાજમાન્ય અને દઢ ધર્મપ્રેમી હતો. તેને જાયલદે નામે પત્ની હતી. તેઓને ઇડરના રાજાને માનીતે, સ્વદારા–સંતોષી, શાસ્ત્રપ્રેમી તથા ધર્મરાગી વીશલ નામે પુત્ર અને (૧) ધીરી તેમજ (૨) ધર્મિણે નામે પુત્રીઓ હતી. આ બધાયે તપગચ્છનાયક આ૦ સેમસુંદરસૂરિના અનન્ય ભકત હતા. - તારંગા તીર્થનો જીર્ણોદ્ધાર - સં૦ ગેવિંદે આ૦ સેમસુંદરસૂરીશ્વરના ઉપદેશથી સં૦ ૧૪૬૬માં ઈડરથી શત્રુંજય, ગિરનાર, સોપારક અને તારંગા તીર્થોને છરી પાળતે યાત્રાસંઘ કાઢ્યો. તેને તારંગા તીર્થની યાત્રા કરતાં મને રથ થયો કે, “આ તીર્થમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાની પ્રતિમાને બદલે બીજી નવી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy