________________
પર
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તપાગચ્છમાં આ રીતે વિવિધ શાખાઓ હતી. તે દરેક શાખાએના મુનિવરે એક ગચ્છનાયક (ભટ્ટારક)ની આજ્ઞામાં રહેતા હતા. આ શાખાઓની શિષ્ય પરંપરામાં પ્રધાનતા રહેતી હતી. - સાધારણ રીતે વિજય તથા વિમલ, સાગર તથા સાર, કુશળ તથા કુળ, હર્ષ તથા હંસ અને ધર્મ તથા ચારિત્ર કે શીલ વગેરે શાખાઓ નામસામ્યથી એક જ હતી. તેમજ સાગર, સમુદ્ર, તથા અબ્ધિ, ચંદ્ર તથા ઈન્દુ, હર્ષ તથા આનંદ તેમજ સુંદર તથા કુશલ, સૌભાગ્ય તથા ભદ્ર, અને વિજય વગેરે શાખાઓ અર્થ સામ્યથી એક જ મનાતી હતી.
જેમકે મુનિચંદ્ર તે મુનીદુ, આનંદસાગર તે આનંદાબ્ધિ, બુદ્ધિસાગર તે બુધ્યાધિ, અજિતસાગર તે અજિતાબ્ધિ, મહાનંદ તે મહાહર્ષ વગેરે ગચ્છનાયકે તથા ગીતાર્થો હુલામણમાં, વડી દીક્ષામાં કે પદવીઓમાં આ શાખાઓને બદલી પણ નાખતા હતા.
જેમકે ઉપામોહનંદન તે આ મુનિસુંદરસૂરિ, ઉપા. જયઉદય તે આ૦ જયચંદ્ર, ઉ૦ અમૃતમેરૂ તે આ૦ આનંદવિમલસૂરિ, ઉ૦ ઉદયધર્મ તે આ વિજયદાનસૂરિ, ઉ૦ હરહર્ષ તે આ હીરવિજયસૂરિ. ઉ૦ જયવિમલ તે આ૦ વિજયસેનસૂરિ, ઉ૦ વિદ્યાવિજય તે આ. વિજયદેવસૂરિ, ઉ૦ રાજવિમલ તે મહો. હર્ષવિમલ ગણિ, પં. વિદ્યાવિમલ તે ઉપા. વિદ્યાધર તેમજ ઉપા. વિદ્યાસાગર, અને આ આનંદસાગરસૂરિના શિષ્ય મુનિ હંસવિજય તે પ૦ વિજયસાગર વગેરે વગેરે. પદસ્થ
ભ૦ સેમસુંદરસૂરિવરે પિતાની પાટે ૧ આ. મુનિસુંદરસૂરિ, ૨ આ જયચંદ્રસૂરિ, ૩ આ૦ ભુવનસુંદરસૂરિ, ૪ આ. જિનસુંદરસૂરિ વગેરે ૪ આચાર્યો બનાવ્યા, તેમજ ૧ ઉ. ચારિત્રરત્ન ગ ર ઉ૦ રત્નમંડન ગ૦ ૩ ઉ૦ જિનમંડન ગ ૪ ઉ૦ હેમહંસગણિ ૫ ઉ૦ સેમદેવ ગ૦ ૬ ઉ૦ વસુનંદન અને ૭ ઉ૦ સુધાનંદન વગેરેને ઉપાધ્યાય પદે સ્થાપ્યા. તેમના પરિવારમાં ૧૮૦૦ સાધુઓ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org