________________
પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ
૪૫૧ સં. ધરણશાહે સં. ૧૪૫માં શત્રુંજય તીર્થને છરી પાળતે યાત્રાસંઘ કાઢયે ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષની હતી અને અને તેની પત્નીની ઉંમર ૧૮ વર્ષની હતી. બંનેએ ત્યાં ચોથું વ્રત સ્વીકારી સંઘપતિની ઈદ્રમાલા પહેરી હતી.
(-ઈતિ, પ્રક. ૪૫ પૃ. ૩૭૩) પછી ગચ્છનાયક આ૦ સેમસુંદરસૂરિ અને આ૦ મુનિસુંદરસૂરિ એ બન્ને આચાર્યોએ નાડેલમાં સાથે ચોમાસુ કર્યું તથા આ૦ ભુવનસુંદરસૂરિને ચોમાસા માટે “શિહી” મેકલ્યા, અને આ જિનસુંદરસૂરિને “શ્રીમાલ નગરમાં ચોમાસુ કરવા મોકલ્યા.
આ૦ સેમસુંદરસૂરિ સં. ૧૫૦૧ માં ભ૦ મહાવીરસ્વામી વગેરેની યાત્રા કરી ચોમાસામાં કાળધર્મ પામ્યા.
(વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૩ થી ૨૧૬) તપાગચ્છની વિવિધ નંદીએ, જૂદી જૂદી શ્રમણ શાખાઓ
ઈતિહાસકાર પં. પ્રતિષ્ઠામગણિ સં. ૧૫૨૪ માં લખે છે કે, આ સોમસુંદરસૂરિની આજ્ઞામાં તપાગચ્છની સુંદર, કીર્તિ, રાજ, શેખર, નંદિ, સાગર, દેવ, મંડન, રત્ન, જય, હંસ, વર્ધન, મૂર્તિ, ભૂષણ, વીર, ભદ્ર, ધર્મ, ચંદ્ર, સિંહ, સેન, સેમ વગેરે વગેરે લગભગ ૫૦ થી વધુ શાખાઓના ૧૮૦૦ શ્રમણ હતા.
(–સેમસૌભાગ્ય કાવ્ય, સર્ગઃ ૧૦,) આ શાખાઓમાં વગેરે શબ્દથી સાધુ, વિજય, વિમલ, હર્ષ, કુલ, કુશલ, મેરૂ, સૌભાગ્ય, કળશ, રુચિ, ચારિત્ર, શીલ વગેરે વધુ શાખાઓ સમજવાની છે. આમાંની ઘણું શમણુશાખાઓ લગભગ વિક્રમની ૨૦ મી શતાબ્દી સુધી ચાલુ હતી. તે પૈકીના કવિરત્ન પં. દયારુચિગણિ સં. ૧૮૩૫માં અને દેલતરુચિ સં. ૧૯૦૦માં થયા હતા. આજે પં. માણેકચિ વિદ્યમાન છે.
તપાગચ્છના નાયકે ગીતાર્થોની સમ્મતિ મેળવી, તથા શાસન દેવેને સંકેત પામી, યેાગ્ય મુનિને પિતાની પાછળ ગચ્છનાયક બનાવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org