________________
૪૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ છેડીને આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. જેમનું નામ નદિરન ગણિ હતું.
" (–પ્રક. ૪૫ પૃ. ૩૬૮ ૩૬૯) સં૦ ગુણરાજે સં૦ ૧૪૭૭ માં બાદશાદ “અહમદશાહનું ફરમાન મેળવી શત્રુંજય, મહુવા, પ્રભાસપાટણ અને ગિરનાર તીર્થને છરી પાળતો યાત્રાસંઘ કાઢયો. (-ગુજરાતનું પાટનગર અમદાવાદ પૃ. ૩૫,
ઈતિક પ્રક. ૪૪, પૃ. ૨૦૮) તેને ગંગા નામે પત્ની હતી, તથા ૧ ગજરાજ, ૨ મહારાજ, ૩ બાલુરાજ, ૪ અલુરાજ અને ૫ ઈશ્વર નામે પુત્ર હતા.
" (–પ્રક. ૪૫ વીશલશાહ એ સવાલને વંશ પૃ. ૩૬૯)
આચાર્યશ્રીએ આ ચાલુ યાત્રાસંઘમાં મહુવામાં ઉપા. જિનસુંદરને આચાર્યપદ આપ્યું.
મેવાડના દેલવાડામાં સં. વીસલના ઉત્સવમાં ઉપાય ભુવનસુંદરને આચાર્ય પદ આપ્યું. પં. વિશાલરાજને ઉપાધ્યાયપદ આપ્યું.
ચિત્તોડમાં સં. વીસલના જિનાલયમાં ભ. શ્રેયાંસનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી સં. વીસલની પત્ની સં. ખીમાઈ તથા પુત્ર ચંપકે ભરાવેલ ભ૦ કપમ પાર્શ્વનાથની ૯૩ આંગળ ઊંચી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી આ ઉત્સવમાં ઘણું પદવીઓ અને નવી દીક્ષા આપી.
સં૦ ગુણરાજના પુત્રો ગજરાજ, મહારાજ અને બાલુરાજે સં. ૧૮૮૫માં ચિત્તોડગઢમાં રાણું મોતસિંહની પ્રેરણાથી રાજા અલટના સમયના જૈન વિજયકીર્તિસ્તંભને જીર્ણોદ્ધાર કર્યો તથા રાજગચ્છના આ૦ ધનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલા ભ૦ મહાવીર સ્વામીના દેરાસરના સ્થાને મૂળથી નવું દેરાસર બંધાવ્યું તેમજ બીજી ચાર દેરીઓ બનાવી અને તેમાં સં૦ ૧૪૮૫માં આ૦ સેમસુંદરસૂરિના હાથે ભ૦ મહાવીરસ્વામી વગેરેની પ્રતિષ્ઠા કરાવી.
' (પ્રક. ૪૫ પૃ૦ ૩૬૯) આચાર્યશ્રીએ સં. ૧૪૯૬ ફા. ૩૦ પ ને રેજ રાણકપુરમાં ઘારાવના સંવ ધરણા પિરવાડે બંધાવેલા “ત્રિભુવનદીપક પ્રાસાદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org