________________
અવકાશ જરૂર છે. તે છતાં તેઓશ્રીએ જે વિવિધતાભરી સામગ્રીને સંચય કર્યો છે અને જે અનેકવિધ માહિતી પુરી પાડી છે તે બદલ આજનો વિદ્વર્ગ તેમને ઋણી જ રહેશે. અને તે સામે તેમણે સેવેલા વર્ષોને શ્રમનું મૂલ્યાંકન પણ જરૂર કરશે જ કરશે.
પ્રસ્તુત “ જૈન પરંપરાને ઈતિહાસ”ના મુદ્રિત થઈને પ્રસિદ્ધ પામેલા ત્રણ ભાગમાં શું શું સામગ્રી આવી છે તે તેને વિષયાનુક્રમ અને પરિશિષ્ટો જ બોલે છે. તે છતાં અહીં એ સૂચવવું આવશ્યક છે કે–પ્રસ્તુત ગ્રંથ એ મુખ્યત્વે જૈન ઇતિહાસ હોવા છતાં તેમાં જે વિવિધ અને વિશિષ્ટ સામગ્રી આપી છે તેથી એ, એક વ્યાપક દષ્ટિને ઐતિહાસિક ગ્રંથ બની ગયા છે.
પ્રસ્તુત વિભાગમાં રાજાઓ, અમાત્યે શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠિનીઓ, અનેક ગ૭-શાખા-કુ, ધતાંબર–દિગંબર, આચાર્યો જેનાગમવાચનાઓ, ગ્રંથકારે, ગ્રંથરચના, જ્ઞાનભંડાર અને તેનું લેખન, ધર્મકાર્યો, સંઘવર્ણને, ગ્રંથપુપિકાએ, ગ્રંથપ્રશસ્તિઓ, શિલાલેખ ઉસ્માન, અનેક ગની પટ્ટાવલીઓ, અનેક દેશે, નગરે, નગરીઓ તીર્થો, પર્વતે, ગુફાઓ, સ્તૂપે, મંદિરે, મંદિરનો જીર્ણોદ્ધારે, સાંસ્કૃતિક વીગતે અનેક વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યું છે. પ્રસંગે પ્રસંગે બૌદ્ધ, વૈદિક આદિ સંપ્રદાયને લગતી વિગતેને પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ રીતે આ ઇતિહાસ ગ્રંથે આપણને ઘણી ઘણી સામગ્રી પૂરી પાડી છે. જે દરેક ભાગોની વિષયાનુક્રમણિકા જેવાથી સમજી શકાય તેમ છે.
પ્રસ્તુત ત્રીજા વિભાગની પ્રસ્તાવના શ્રી દર્શનવિજયજી-જ્ઞાનવિજયજી મહારાજ લખી શકત તે કેટલીક મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ કરી શક્યા હતા. જેમાંથી આપણને કેટલીક વિગત જાણવા મળી શકત, પરંતુ તેઓ ઉભય અતિવ્યાધિગ્રસ્ત હોવાથી તેમની ભાવના અનુસાર આ પ્રસ્તાવના મેં લખી છે. તેમણે મને આ અધિકાર આપે, તે બદલ તેઓશ્રીને આભાર. સં. ૨૦૨૦ પિષ વદિ ૧૦ . ગુરૂવાર
મુનિ પુણયવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org