________________
સિંહાવલેાકન
શ્રી જૈન પરંપરાને ઇતિહાસ ભા. ૩ આપની સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે.
આ ગ્રંથને તૈયાર કરવા માટે પૂજ્ય દર્શન વિજયજી મહારાજ (ત્રિપુટી) ની રાત દિવસની પ્રશંસનીય મહેનત છે. તેઓશ્રી આ પ્રથને તૈયાર કરવા માટે હુંમેશા વારંવાર વાંચન-મનન અન્નગાહન—તીતિક્ષન વિગેરે કરતા રહ્યા છે. વળી તેઓશ્રી રાત્રે પણ પેન્સીલ અને કાગળ સાથે જ રાખતા. અને જે નોંધ કરવા લાયક હકીકત યાદ આવે તે અંધારામાં પણ નાંધી લેતા. અને દિવસે તેનું સ ંશાધન–અવલેાંકન કરી લખતા. આ પ્રમાણે તેએશ્રીએ રાત દિવસ પરિશ્રય આ ગ્રંથને તૈયાર કરવામાં કરેલ છે.
આ ગ્રંથને વિશે ભટ્ટારકે, આચાયૅ, ઉપાધ્યાયા, પન્યાસા, અન્ય મુનિવરા, જૈન મંદિરા, જૈન તીર્થો, ગ્રંથા, પ્રશસ્તિ, પટ્ટાવલીએ, અન્ય ગા, મતા, મતાન્તા, શાખા, પ્રશાખાઓ, તે તે સમયની મહત્ત્વની ઘટનાએ ઇત્યાદિ વિશે ઘણું એકત્રિત કરી આપેલ છે.
વિશેષમાં દરેક સમયના રાજાએ તેની પરંપરા, રાજાવલિએ તે તે વખતે વિદ્યમાન પ્રભાવક ભટ્ટારકા, આચાર્યો અને તેમનાં ધર્મકાર્યો વિગેરે આ ગ્રંથમાં એક નવી વસ્તુ આપી છે. જે આપ આ ગ્રંથ વાંચી જાણી શકશે.
તેઓશ્રીને હાલમાં શરીરે લકવા થયેલ છે. છતાં આ ગ્રંથ પાછળ તેઓશ્રીઓનું ચિત્ત રહેલું છે. ગુરુદેવે અને શાસનદેવની કૃપાથી તેઓશ્રીને સારૂ થઈ જશે. જેથી હવે પછી અનેક માહિતીએથી ભરપૂર ચાથા ભાગ તૈયાર કરી આપે. એવી આશા અસ્થાને નથી.
વળી પૂજ્ય જ્ઞાનવિજયજી મહારાજ (ત્રિપુટી) પણ આ ગ્રંથને તૈયાર કરવામાં, લખવામાં, સÀાધન કરવામાં, સુધારવા વધારવા વિગેરેમાં અનેક પ્રકારની મહેનત કરી આપતા. તથા આ ગ્રંથ પ્રકાશિત કરવામાં તેઓશ્રીના ઉપદેશથી મદદ મળેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org