________________
|| નથતુ થીart;
પ્રસ્તાવના
આજના યુગ જેમ વૈજ્ઞાનિક છે તેમ ઐતિહાસિક યુગ છે. આજે જેમ દરેક વસ્તુનું પરીક્ષણુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરવામાં આવે છે તેજ રીતે આજના યુગ ઐતિહાસિક દૃષ્ટિપ્રધાન ડેાઈ પ્રાચીન ધર્મો, સસ્કૃતિ, સ ંસ્કૃતિનાં વિવિધ સાધના, જેવાં કે – આચાર, વિચાર, વ્યવહાર, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, શિલ્પ, કળા આદિનું પણ ઐતિહાસિક દૃષ્ટિએ અન્વેષણ માગે છે. અને એનાં કારણેાને પણ જાણવા ઇચ્છે છે. આથી આજને બુદ્ધિમાન વર્ગ પણ પ્રજાની જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યો છે.
આજ દૃષ્ટિને લક્ષમાં રાખીને શ્રીમાન્ ત્રિપુટી મહારાજ મુનિપ્રવર શ્રી દર્શનવિજયજી, મુનિવર શ્રી જ્ઞાનવિજયજી, મુનિવર્ય શ્રી ન્યાયવિજયજીના સમુચ્ચય પ્રયત્નથી “ જૈન પર પરાના ઇતિહાસ”ના આઠ ભાગેા તૈયાર થાય તેટલા માટે સંગ્રહ જૈન સાહિત્ય આદિનું અવલેાકન કરીને તૈયાર કર્યાં છે. જેના ફળરૂપે આપણને શ્રીમાન્ ત્રિપુટી મહારાજ તરફથી આ પહેલાં જેનું મટું કદ માની શકાય તેવા જૈન પર પરાનેા ઇતિહાસ” ગ્રંથના એ ભાગા મળી ચૂકયા છે. આજે એ જ ગ્રંથના ત્રીજો ભાગ તેઓશ્રી. તરફથી આપણને પ્રદાન થાય છે એ ખદલ આપણે સૌ તેમના ઋણી છીએ. પ્રસ્તુત સંગ્રહમાં જે વિવિધ વિષયાના સંગ્રહ તેઓશ્રીએ કર્યો છે, એ કરવા માટે એમણે કેટકેટલા ગ્રંથા ઊથલાવ્યા છે, કેટ-કેટલી માહિતી મેળવવા માટે પ્રયત્ન કર્યો છે અને કેટલે! મહાન શ્રમ વેચો છે તેની આપણે કલ્પના કરી શકીએ છીએ. આપણને એમ લાગે છે કે આર્ટલી વિપુલ ઐતિહાસિક વિવિધ સામગ્રી આપીને તેમણે ખરેખર મહાન્ પુણ્ય અને યશ ઉપાર્જિત કર્યાં છે.
પ્રસ્તુત વિભાગેામાં સમાતી અતિહાસિક સામગ્રી તેમણે પેાતાની દૃષ્ટિએ ગુથી છે. એમાં ઐતિહાસિક દૃષ્ટિએ અને આજે ઉપલબ્ધ અને નવીન નવીન પ્રાપ્ત થતી સાધન સામગ્રી દ્વારા સશોધનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org