________________
૪૨૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ પ્રાકરણ સૂરિને સં ૧૩૭૩માં જ ઘરાવનગરના મહાવીર જિનપ્રાસાદમાં આચાર્યપદ આપ્યું. પછી તે છ મહિના બાદ સં. ૧૩૭૩માં જ ખંભાતમાં મંત્રી આલિગના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા.
(–પ્રક. ૪૧, પૃ૦ ૬૭૪) - આચાર્યશ્રી જે રાતે સ્વર્ગે ગયા, તે રાતે ઉપાશ્રય પાસે રહેતા મનુષ્યોએ જોયું કે, “આકાશમાં અજવાળું થયું, વિમાન આવ્યું. અને આકાશમાંથી અવાજ સંભળાય કે, આ૦ સેમપ્રભસૂરિ પહેલા દેવલોકના “સામાનિકદેવ બન્યા છે.”
૧. પ્રભાવકે-આ સમયે ઘણુ પ્રભાવકે થયા હતા.
યુગપ્રધાન શીલમિત્ર–તેમને સં૦ ૧૨૭૪ થી ૧૩૫૩ સુધીને યુગપ્રધાન કાળ હતો. કેટલીક પ્રભાવક ઘટનાઓ એવી મળે છે કે, દાદા ધર્મષસૂરિ (સ્વ. સં. ૧૩૫૭)ને અથવા તે કાળના કઈ ગીતાર્થ આચાર્યને આપણે યુગપ્રધાન કહી શકીએ. (જૂઓ પૃ૦૪૦૯)
વિ. સં. ૧૩૩૪-આ સાલમાં ઘણી ઐતિહાસિક ઘટનાઓ બની હતી, તે આ પ્રકારે હતી–
૧. સં. ૧૩૩૪માં બે કાર્તિક મહિના હતા, બે ચિત્ર મહિના હતા, અને પિષ મહિનાને ક્ષય હતો.
૨. ખરતરગચ્છના (રમા) આ જિનેશ્વરસૂરિ સં૦ ૧૩૩૧માં સ્વર્ગે ગયા. તે પછી સં૦ ૧૩૩૩-૩૪ માં ખરતરગચ્છમાં એશવાલ. ગ૭, અને શ્રીમાલગ૭ એમ બે ગછ બન્યા.
(–પ્રક. ૪૦, પૃ. ૪૬૪-૪૭૦) ૩. સં. ૧૩૩૪ ના વૈશાખ મહિનામાં વદમાં આ૦ જિનપ્રબોધે ભીલડિયામાં “ગૌતમસ્વામીની પ્રતિમા પધરાવી.
(પ્રક૪૦, પૃ. ૪૪૧) ૪. ખરતરગચ્છના મહ૦ વિવેકસમુદ્ર સં. ૧૩૩૪ ના પ્રથમ કાર્તિક સુદિ ૧૫ના દિવસે જેસલમેરમાં “પુણ્યસારચરિત્ર” ગ્રંથ ર .
(-પ્રક. ૪૦, પૃ. ૪૪૧) અને આ જિનપ્રબોધસૂરિએ તેનું સંશોધન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org