________________
૩૮૭
પિસ્તાલીસમું ]. આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ તુઘલખના કાન ભંભેર્યા. કે, “મહણસિંહ પાસે રૂા. ૫,૦૦,૦૦૦ની પંજી છે. તે બહુ ધનવાળો છે. તેને દંડીને ધન પડાવી લેવા જેવું છે.” બાદશાહે મહણસિંહને બેલાવી પૂછયું કે, “તારી પાસે કેટલું ધન છે?” મહણસિંહે જવાબ આપે કે “હું કાલે જવાબ આપીશ?
બીજે દિવસે તેણે કાગળ ઉપર હિસાબ માંડી, પિતાને ધનની ગણતરી કરી અને બાદશાહને કહ્યું કે, “મારી પાસે ૮૪ લાખનું જૂનું નાણું છે.” બાદશાહ તેના આ પ્રકારના સાચા લાપણાથી ખુશ થયા. બાદશાહે સ્વયં ૧૬ લાખ નાણું રાજ્યની તિજોરીમાંથી આપીને, તેને કરોડપતિ બનાવ્યું. પિતાના રાજ્યમાં કરેલડપતિ વસે છે, તેનું ગૌરવ લેતે બાદશાહ તેને ઘરે ગયે, અને તેની હવેલી ઉપર પિતાના હાથે કેટિધ્વજ ફરકતો કર્યો, બાદશાહે તેના પરિવારનું તેમજ પૂજ્ય મુનિવરેનું ભારે સન્માન કર્યું. (–પ્રક. ૪૪ પૃ૦ ૪૯)
મહણસિંહે લેકોને પુષ્કળ દાન આપી, પિતાને મળેલી “કેટિદવજ'ની પદવી સફળ બનાવી.
તેણે મલધારગચ્છના આઠ રત્નશેખરસૂરિને દિલ્હીમાં પિતાની વસતિમાં પધરાવ્યા, અને આચાર્યશ્રીએ પણ સં. ૧૪૦પના જેઠ સુદિ ૭ના દિવસે તેની વિનંતિથી ત્યાં પ્રબંધકેશ (-ચતુર્વિશતિપ્રબંધકેશ)નામક ગ્રંથની રચના કરી. (-પ્રબંધકેશપ્રશસ્તિ, ઉપદેશ તરંગિણી, તરંગઃ ૨, ઉપદેશસાર સટીક, ઉપ૦ ૯, ૧૦, ૫૯, ચાલુ
જૈન ઇતિહાસ પ્રક. ૩૮, પૃ. ૩૩૭) ૭. સાધુ પસિંહ-તે સાધુ જગતસિંહને મેટો પુત્ર હતે. મહણસિંહને ભાઈ હતા, તે પણ માટે દાની હતું. તેને પુણ્યશ્રી નામે પત્ની હતી, અને રાજૂ નામે પુત્રી હતી. સાધુ પાસિંહે સાધુ નરપતિને પુત્ર સાધુ ગોલા, તેના પુત્ર આશાધર સાથે રાજુને પરણાવી હતી.
૮. સંઘપતિ આશાધર, પત્ની રાજૂ-તેઓએ તપગચ્છના ભ. દેવમુંદરસૂરિ (સં. ૧૪ર૦ થી ૧૪૫)ને ઉપદેશથી શત્રુંજય મહાતીર્થમાં ૨૪ જિનાલયે, તથા ખંભાત, સોજિત્રા, કવીતીર્થ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org