________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૮૧ શેઠ આભૂ બહાદુર લડવૈયે હતે. તે રણમેદાનમાં હજારોને પૂરે પડતો. પરંતુ સામાયિકમાં” બેસે ત્યારે મન, વચન, કાયા ઉપર પૂરો કાબૂ રાખી, સાધુ જે સંયમી બની, એક નિષ્ઠાથી સમભાવમાં રહી શક્તો.
(–પં. રત્નમંદિરની ઉપદેશ તરંગિણી, તરંગઃ ૩; પટ્ટાવલી–સમુચ્ચય ભાવ ૨, પુરવણી પૃ૦ ૨૩૨,
ગ્રંથપ્રશસ્તિ, જૈન સત્યપ્રકાશ, ક. ૧૫, પૃ૦ ૧૦૮) (૧) દુઃસાધ્યવંશ (પહેલે)
૧. મંત્રી ઉદયસિંહ-તે ધર્મટવંશને શ્રીમાલી હતે. જાહેરમાં રહેતે હતે. ખંડેરક ગચ્છના આઠ યશભકસૂરિની પરંપરાના આટ શાલિસૂરિના પરમ “ઉપાસક ” હતો. જાલોરના રાજા સમરસિંહના પુત્ર ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી ૧૩૦૬) ચૌહાણને માનીતે મંત્રી હતા. તેને ઉદયશ્રી નામે પત્ની હતી, અને યશવીર નામે પુત્ર હતું, તેણે શત્રુંજય તથા ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરી હતી. તે દાનવીર, શૂરવીર અને ધર્મવીર હતા. તે દુઃસાધ્ય કામને સુસાધ્ય બનાવતું હતું. એ રીતે અજોડ સાહસિક હતું. રાજા ઉદયસિંહે તેના આ ગુણથી પ્રસન્ન થઈ તેને “દુઃસાધનું માનવંતુ “બિરુદ આપ્યું હતું.
૨. મંત્રી યશવીરતે પણ રાજ ઉદયસિંહ ચૌહાણને મંત્રી હતું. તેને સુહાગદેવી નામે પત્ની અને કર્મસિંહ નામે પુત્ર હતું. તેમાં લક્ષ્મી અને વિદ્યાને સુમેળ હતો. પ્રતિષ્ઠા –
તેણે સં૦ ૧૨૪૫ના વૈશાખ વદિ અને ગુરુવારે આબૂ તીર્થમાં વિમલવસહિમાં પિતાના તથા “પિતાની માતા”ના કલ્યાણ માટે એક , દેરી બનાવી, તેમાં ૨૪ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી સં. ૧૨૯૧માં યુનિવસહિમાં પોતાના કલ્યાણ માટે ભ૦ નેમિનાથની, પિતાના “પિતાનાં” કલ્યાણ માટે ભ૦ સુમતિનાથની દેરીઓ બનાવી, પ્રતિમાઓ ભરાવી પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૨૮૮ના જેઠ સુદિ ૧૩ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org