SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બુધવારે માદડી ગામમાં કંડક ગચ્છનું જિનચૈત્ય બનાવી, તેમાં ખંડેરક ગચ્છના આ૦ શાલિસૂરિના હાથે “ભ૦ શાંતિનાથની પરિકરવાળી પ્રતિમા અને જિનયુગલ વગેરે” ભરાવી, પ્રતિષ્ઠા કરાવી. મંત્રી યશવીર પિતાના પ્રતિમા લેખમાં પિતાને “કવીન્દ્રબંધુ બતાવે છે, તે સંભવ છે કે, તેને “કવીંદ્ર” ભાઈ હોય અથવા મહામાત્ય વસ્તુપાલને ધર્મબંધુ હોવાના કારણે એવું વિશેષણ વપરાતું હેય. (–અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, લેખાંક : ૧૫૦, ૧૫૧, ૩૫૯, ૩૯૧; જેન સત્ય પ્રકાશ, ક. ૨૨, પૃ. ૫૪૪) બુદ્ધિબલ– યશવીરની યશસ્વિતાની એક યાદગાર ઘટના આ રીતે બની હતી. એક નાગડ બ્રાહ્મણ ત્રણ દિવસને ભૂખ્યું હતું. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે, “મંત્રી યશવીર મને આજે કરે છે ખવડાવે, તે જ તેને જીવતે છોડીશ, નહિતર તેને મારી નાખીશ.” આ દઢ સંક૯પ કરી, તે યશવીરની ધારાગિરિ નામની વાટિકામાં ગયે. આ તરફ ખંડેરકગછના આ ઈશ્વરસૂરિએ પિતાના જ્ઞાનથી આ પ્રતિજ્ઞા વિશે જાણીને મંત્રીને તે જ દિવસે બપોરે કરે લઈ તેજ વાડીએ મોકલ્યું. મંત્રીએ નાગડનું સ્વાગત કરી, તેને કરબો જમાડે. આ સ્વાગતથી નાગડ ઘણે જ પ્રસન્ન થયો. તેણે મનમાં ગાંઠ વાળી કે, “મારું નસીબ ખુલી જાય, તે હું અવસર આવતાં મંત્રીને આને સારે બદલે આપીશ.” સમય જતાં નાગડ ભાગ્યગથી ગુજરાતમાં રાજા વીસલદેવ (સં. ૧૨૯૪થી ૧૩૧૮)ને શ્રીકરણ મહામાત્ય બન્યું. એક સમયે વિસલદેવે રાજા ઉદયસિંહને હુકમ કર્યો કે, “રાજનજરાણું ધરો” રાજા ઉદયસિંહે “નાગડે ઝાગડે કહીને હુકમને ધૂતકારી કાઢો. આથી મંત્રી નાગડે સૈન્ય સાથે જાલેર આવી, સુંદર સરો ૧. એરણપુરાથી પશ્ચિમે ૨૦ માઈલ અને ગુડાબાલોતરાથી ૩ માઈલ પર માદડી ગામ છે. આજે અહીં ઉપાશ્રય કે મંદિર નથી, તેમજ કઈ શ્રાવકનું ઘર પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy