________________
३७४
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સંવ ધરણાની બીજી નાની પરંપરામાં (૩) સં. ધરણ (૪) સં. વનાજી (૫) આશપાલ અને ગુણપાલ થયા.
૪. સં. સાલિગ–તે સં. રત્નાને પાંચમે પુત્ર હતું. તેને (૧) સુગરદેવી અને (૨) નાયકદેવી પત્નીઓ હતી.
પ. સ. સહસા–તે માંડવગઢના બાદશાહ ગ્યાસુદ્દીન (સં. + + + + +)નો પ્રીતિપાત્ર હતો, ધનાઢય હતેા. માળવાને માટે ધર્માધિકારી મહામાત્ય હતું. તેને (૧) સંસાદેવી (૨) અનુપમાદેવી પત્નીઓ તથા (૧)ખીમરાજ અને (૨) દેવરાજ પુત્ર હતા.
સં. ૧૫૫૪માં સિરોહીના રાજા જગમાલ (સં. ૧૫૪૦ થી ૧૫૮૦)ને રાજકાળમાં આબૂના મોટા શિખર–અચલગઢમાં પ૩મા ભ૦ લક્ષ્મીસાગરસૂરિ તથા આ૦ સુમતિ સુંદરસૂરિના ઉપદેશથી રાણુ લાખાની રજા મેળવી, પિતાનું ન્યાયસંપન્ન ધન વાપરવા ચૌમુખના દેરાસરને પાયે નાખે. ભવ્ય ચતુર્મુખજિનપ્રાસાદ તૈયાર થયે. આથી સં૦ સહસા, પિતાની પત્ની મહં. સંસારદે, પત્ની અનુપમાદે પુત્રે ૧ ખીમરાજ, ૨ દેવરાજ, પૌત્રે ૧ જયમલ, ૨ મનજી વગેરે પરિવારને લઈને તથા આ૦ જયકમલસૂરિ વગેરે છરી પાળતા ચતુર્વિધ યાત્રા સંઘ સાથે અહીં આવ્યું.
તેણે તે મંદિરમાં ઉત્તરની ગાદીએ સં. ૧૫૬૬ના ફાગણ સુદ ૧૦ના દિવસે સોમવારે તપાગચ્છની કમળકળશશાખાના આ જયકમલસૂરિના હાથે ભ૦ ગષભદેવની પ્રતિમા ભરાવી પધરાવી.
(–પ્રક. ૫૩) ડુંગરપુર અને કુંભલમેરુના જૈન સંઘે ડુંગરપુરના “રાવલ સોમદાસના” મંત્રી સાહાશાહ વગેરેએ સ ૦ ૧૫૧૮ના વૈશાખ સુદિ ૪ને શનિવારે અને સં. ૧૫રના વિશાખ વદિ અને શુક્રવારે ડુંગરપુરમાં ભ૦ લક્ષ્મીસાગરસૂરિના હાથે અંજનશલાકા કરાવી. સં. સહસાએ આ અંજનશલાકાની પ્રતિમાઓ લાવી, અચલગઢમાં
૧. ચોમુખીજિન ચાર પ્રતિમાઓ પિત્તલ અને સેનાના મિશ્રણથી બનેલી છે. તેનું વજન ૧૪૪૪ મણનું છે. પણ દર્શકે તેને સાવ સેનાની માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org