________________
૩૬૪
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૪. ગોપાળ–તે સૌમાં ચડિયાતો ગુણવાન હતું. તે પિસીનાના રાજા સાહણ અને તે પછીના રોજ સાયર એ બંનેને બહુ માનીતું હતું. તે માટે દાનેશ્વરી, પોપકારી અને માટે સત્યવાદી હતો. તેને સુશીલા, કલ્યાણકારી અને ધર્મક્રિયામાં તત્પર “અહિવદેવી” નામે પત્ની હતી. તે બન્નેને ૧ અજુન (પત્નીઃ ભલી) ૨ સમર (પત્નીઃ શૃંગારદેવી), ૩ પાલ્ડણ (પત્નીઃ પુઈ) એમ ત્રણ પુત્ર હતા. તે પૈકી સમર બહુ બુદ્ધિશાળી હતું, અને પાહિણ બહુ પુણ્યશાળી હતે.
વિઠ્યાપહાર તીથ–તપગચ્છના ૪૯ મા આ૦ દેવસુંદરસૂરિના પટ્ટધર ૫૦ મા આ૦ સેમસુંદરસૂરિ એ સમયે શાસનને ઉદ્ધાર કરવામાં ગૌતમસ્વામી જેવા મનાતા હતા, તે પિસીન માં પધાર્યા. તેમના ઉપદેશથી શેઠ ગોપાલે પિતાના આત્મકલ્યાણ માટે ભગવાન પાર્શ્વનાથને બે મંડપવાળે જિનપ્રાસાદ બંધાવ્યું, તેની પત્ની અહિરદેવી અને પુત્રોએ સં. ૧૪૭૭ માં આ૦ સોમસુંદરસૂરિના હાથે ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આ મંદિરને પ્રારંભ થયા પછી ત્યાં અગ્નિભય આવ્યો, પણ તે શાંત થઈ ગયે હતો. આથી સૌએ આ તીર્થનું નામ “વિશ્રાપહાર પાર્શ્વનાથ” રાખ્યું.
રાજા સાયરે આ મંદિરની પૂજાના ખર્ચ માટે “એક વાડી” ભેટ આપી. તે રાજાના પૂર્વજોએ અહીં “ભ૦ મહાવીરસ્વામીનું મંદિર” બંધાવ્યું હતું, તેમાં રાજા સાયરે લાકડાના બે મંડપે બનાવ્યા.
શેઠ ગોપાળ તથા તેના પુત્રએ ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. મેટાં દાન, સંઘપૂજા, ગિરનારતીર્થને છરી પાળતો યાત્રા સંઘ વગેરે શુભ કાર્યો કરીને સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું.
ભ૦ સેમસુંદરસૂરિના શિષ્ય પં. ચારિત્રરત્ન ગણિવરે આ જિનપ્રાસાદની ૨૮ લેકવાળી “પ્રશસ્તિ બનાવી અને તેને સૂત્રધાર વરણકે ઉત્કીર્ણ કરી. (–જેન સત્ય પ્રકાશ, ક. ૧૭૦, ૧૭૧
પૃ. ૪૦, ૭૪ જૈન ઇતિ પ્રક૫૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org