________________
૩૩૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ એની સાંગણ એસવાલને વશ –
૧. સોની સાંગણ–ઓશવાલ વંશને એ શણગાર હતે. અને સુશ્રાવક હતે. સંભવ છે કે, આ દેવેન્દ્રસૂરિ અને આ વિજયચંદ્રસૂરિ વચ્ચે સં૦ ૧૩૧૯ માં ખંભાતમાં ગચ્છભેદ પડ્યો. ત્યારે શેઠ સાંગણે આ બંનેની શ્રમણ શાખાઓમાં કયી સાચી છે? તે જાણવા માટે સ્થભણુ પાર્શ્વનાથની પ્રતિમા સામે બેસી, અઠ્ઠમ તપ કરી, ધ્યાન કર્યું હતું. એ સમયે શાસન દેવીએ આવી જણાવ્યું કે, “સાંગણ! આ દેવેન્દ્રસૂરિ યુગેત્તમ આચાર્ય છે. અને તેમને ગ૭ લાંબા કાળ સુધી ચાલવાને છે, તેથી તમારે તેમની ઉપાસના કરવી.”
પછી તેણે આ દેવેન્દ્રસૂરિના મુનિ પરિવારને રહેવા માટે શુદ્ધ વસતિ તથા શિ વગેરે આપ્યા. (-ગુર્નાવલી, ૦ ૧૩૭–૧૩૯)
ત્યારથી આ દેવેન્દ્રસૂરિની શિષ્ય પરંપરા તપાગચ્છની લઘુપાષાણ શાખા એવા નામથી પ્રસિદ્ધિ પામી.
(-પ્રક૪૫, પૃ. ૨૮૧, ૩૨૮) એની સાંગણ માટે યશસ્વી અને ધનાઢ્યું હતું. તે સં૦ ૧૩૫૪ લગભગમાં અલ્લાઉદ્દીન ખીલજીના સમયે “માંડવગઢમાં” આવી વસ્યા.
૨. સેની પઘરાજ–ગુણવાન હતે. ૩. સે. સૂર ૪. સે. ધર્મા
પ. સે. વરસિંઘ-તે માટે સત્યવાદી અને પરોપકારી હતું, તેને મનકુ નામે પત્ની હતી. અને નરદેવ તેમજ ધનદેવ નામે પુત્રે હતા. બંને પુત્રે દયાળુ અને પરોપકારી હતા. ગરીબોના બેલી હતા.
૬. સોની નરેદેવ-તેને સેનાઈ નામે પત્ની હતી. તેણે માંડવગઢમાં સત્રાગાર સ્થાપન કર્યું, તેમાં સૌને સર્વ વસ્તુ અપાતી. તેને બાદશાહ હુસંગસેનની સભામાં ભારે પ્રભાવ હતે. તે માટે દાની હતો. તેને સર્વત્ર યશ ફેલાયે હતો. એના વિશે એક ઉલ્લેખ મળે છે. કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org