________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૭૭ સંઘના આગેવાન શેઠ કસ્તૂરભાઈ વિગેરેએ સૌરાષ્ટ્ર સરકારને મળી, વિનંતિ કરી કે પાલીતાણાનું રાજ્ય શત્રુંજય તીર્થના યાત્રિક પાસેથી જે કર લે છે. તે આ બિન-સાંપ્રદાયિક લેકશાહીમાં સર્વથા બંધ કરવું જોઈએ.
આથી સૌરાષ્ટ્રની લેકશાહી સરકારે તા. ૧૯-૩-૧૯૪૮ ને રેજ પાલીતાણું રાજ્ય જેને પાસેથી જે કર લે છે. તે લેવાનું સદાને માટે બંધ કર્યું. અર્થાત્ “લેકશાહી રાજ્યમાં આ કર ન લેવાય” એમ સ્પષ્ટતા કરી લેકશાહી રાજ્ય સ્થપાયું, ત્યારથી કાયમને માટે યાત્રાકર માફ કર્યો.
ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્યના સેક્રેટરીએ રાજકોટના સૌરાષ્ટ્ર સચિવાલય તરફથી આ કર મુક્તિની (૧) જોઈન્ટ સેક્રેટરી નાણાખાતું (૨) એકાઉન્ટ જનરલ યૂનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર (૩) સેક્રેટરી રાજ્ય પ્રમુખ () કલેકટર ગોહિલવાડ જીલે. (૫) શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ અમદાવાદ (૬) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાલીતાણું (૭) સુપરિટેન્ડેન્ટ ગવર્મેન્ટ છાપખાનું છે. જે સૌરાષ્ટ્ર અંગેની બાબત પત્રિકા (ગેઝેટ) છાપે છે. તે સૌને આ કરમુક્તિનાં લખાણની એકેક નકલ મેકલાવી આપી હતી. - સૌરાષ્ટ્રગેઝેટ પત્રિકાએ તા. ૨૬-૮-૧૯૪૯ને રાજ અંગ્રેજીમાં આ કરમુક્તિની જાહેરાત કરી હતી. જેમાં તેણે પાંચ કલમો આપી પૂરી વિગત આપી હતી.
આ કરમુક્તિના લખાણની મૂળ નકલ તથા ગેઝેટની નકલ શેઠ આ૦ ક. પેઢી પાસે અમદાવાદમાં સુરક્ષિત છે.
નેધ : અમને વિ. સં. ૨૦૧૮ના ભાવ વ. ૭ ગુરુવાર ને તા. ૨૦-૯-૬૨ના રોજ અમદાવાદમાં શેઠ આ૦ ક. ની પેઢીના પ્રધાન મુનિમ શ્રી શિવલાલ કેશવલાલે આ૦ કના ચપરાસી અલીમીયાં સાથે આની અંગ્રેજી નકલ મેકલી હતી. અમે તેના આધારે આ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org