________________
૨૨૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧૨. સુબ શાહજાદે મુરાદબક્ષ- (સને ૧૯૫૪ થી ૧૯૬૨).
શેઠ શાંતિદાસ ઝવેરીએ તેને તથા શાહજાદા ઔરંગઝેબને સને ૧૬૫–૫૮માં લૂંટારા કાનજી કોળીના બળવામાં અને રાજા જસવંત સાથેની ઉજજૈન જીતવાની લડાઈમાં લાખો રૂપિયાની મદદ કરી હતી. આથી ગુજરાતના સૂબા શાહજાદા મુરાદબક્ષે બાટ શાહજહાંની સમ્મતિ મેળવી જુલસી સન ૩૦, મહોરમ ઉલહરામ મહિને તા. ૨૯, મી હીજરી સન ૧૦૬૬, ઈ૧૬૫૬, વિ.સં. ૧૭૧૩ના કાર્તિક શુદિ ૧ ના રોજ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજય તીર્થને પહાડ ઇનામમાં આપ્યું હતું, અને તેનું ફરમાન લખી આપ્યું હતું.
(-પ્રક. ૪૪, પૃ. ૧૫૬ થી ૧૬૦ મે. બાફર૦ નં૦ ૧૭મું)
સૂબા મુરાદબક્ષે શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજયને પહાડ, પાલીતાણું ગામ ઈનામમાં આપ્યાં તેની સનંદ.
મુરાદ તરસ્થી મળેલી સનંદ શાહજહાંનના દીકરા અને ગુજરાતના સુબા મુરાદબક્ષે. પરશીયન ભાષામાં લખેલી સનંદને તરજૂમે. મહેરબાન ખુદાના નામે
સીલ
સોરઠની સરકારના હાલના અને ભવિષ્યના હિસાબે શાહી મહેરબાનીથી અને ઉમેદથી ઉમદા થયા છે. એ હિસાબ રાખનારાએને માલુમ થાય જે “શાંતિદાસ ઝવેરી જે અમીરમાં પહેલા દરજજાના છે” તેમણે અમારા સ્વર્ગસમા દરબારમાં બધા દરબારીઓની સમક્ષ જાહેર કર્યું છે કે “સેરઠ સરકારના તાબામાં આવેલા પાલીતાણુ નામના ગામ આગળ શેત્રુજા નામનું હિંદુ લેકેનું યાત્રાનું ધામ આવેલું છે. અને આજુબાજુના લેકે ત્યાં યાત્રાએ જાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org