________________
૨૨૪
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ સમસ્ત પ્રતિમાઓ ઊઠાવી લાવી ઝવેરીવાડની વાઘણપોળનાં જુદાં જુદાં જિનલમાં પધરાવી અને ચિંતામણિ પાર્શ્વનાથને નવો જિનપ્રાસાદ તૈયાર કરાવી તેમાં વિરાજમાન કરી, જે આજે વિદ્યમાન છે.
૧૦. શાહજાદો મહમ્મદ દારા શિકેહ-(સને ૧૬૪૮ થી ૧૯૫૨)
તેણે ઉપર પ્રમાણે અમદાવાદને ચિંતામણિ પાશ્વનાથને જિનપ્રાસાદ શેઠ શાંતિદાસ ઝવેરીને પાછા સેં, તેણે બાટ શાહજહાંની સમ્મતિથી શેઠની માલમિલક્ત, મકાન, જમીન, જાયદાદ, લેણી રકમ વગેરેની રક્ષા માટે વિવિધ ફરમાન કાઢી પુરી તકેદારી રાખી હતી ફર. નં. ૧૪, ૧૫, ૧૬, ૧૭.
એ વખતે ગેરી બેલમના મુસલમાને શત્રુંજયતીથે જનારા યાત્રાળુઓને રંજાડતા હતા. અને લૂંટી લેતા હતા. આથી શેઠ શાંતિદાસ ઝવેરી તેમજ શા. રતનાસૂરા તથા તપાગચ્છના કારખાનાએ સને ૧૬૫૧ વિ. સં. ૧૭૦૭ ને કાર્તિક વદિ ૧૩ ને મંગળવારના રોજ ગારિયાધારના ગહેલ ઠાકર કાંધાજી તથા બીજા તેના કુટુંબના ભાગીદાર સ્ત્રી પુરુષોને શત્રુંજય તીર્થ તથા યાત્રાળુઓના રખેપાનું કામ એંપ્યું, અને પાકે કરાર કર્યો. એ વિ. સં. ૧૭૦૭ (સને ૧૬૫૧)ના રખોપા કરાર આ પ્રમાણે હતે–
સંવત ૧૭૦૭ (સને ૧૬પ૧) ને કરાર
છે સંવત ૧૭૦૭ વર્ષે કાર્તિક વદિ ૧૩ ભોમે ગેહિલ શ્રી કાંધાજી તથા નારાજી તથા હમીરજી તથા બાઈ પદમાજી તથા પાટમદ જત લખત આમા (અમે) શ્રીસેત્રજાની ચેકી પુરૂ કરું છું તથા સંઘની ચેકી કરું છું તે માટે તેનું પરઠ કીધે છે. શાહ શાંતિદાસ સહસ-કરણ તથા શાહ રતન સૂર તથા સમસ્ત સંઘ મળી શ્રી શેત્રુંજી સંઘ આવઈ તથા છઠી છઠ વિહિવા આવિ તથા પાલું લેક આવિ તેનું અમિ કરાર દીધું છે. તે અમે બાપના બોલશું પાળવું. તેની વિગત્ય શ્રી શેત્રુંજઈ સંઘ આવી તેની ચુકી પહુરૂ કરે. જે સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org