SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બા, અકબરે ફતેપુરસિકીમાં જ્યારે આ હીરવિજયસૂરિને પરિચય માગે, ત્યારે સૂબા ઇતમાદખાને તેમના સાધુજીવનની ઘણી પ્રશંસા કરી હતી. (૫૮) (૮) શાહજાદે મુરાદબક્ષતે બાટ અકબરને પુત્ર હતો. તેનું બીજું નામ પહાડી પણ મળે છે. તે ભારે શરાબી હતે. જ્યારે મિરઝા અજીજ કેકાને મકકાની હજ કરવા જવાને વિચાર થયે. ત્યારે તે શાહજાદા મુરાદબક્ષને ગુજરાતમાં સાથે લઈ આવ્યું અને તેને ગુજરાતની સૂબાગીરી સેંપી હજ કરવા રવાના થયે. શાહજાદો મુરશદ ફતેપુરસિકથી જ આ૦ હીરવિજયસૂરિ અને મહા શાંતિચંદ્રગુણિને ભક્ત હતો. બાટ અકબરે જગદ્ગુરુ આ૦ હીરવિજયસૂરિને સં. ૧૬૪માં શત્રુંજય તીર્થ ભેટ કર્યું હતું. આથી આચાર્ય દેવ પાટણના જેનોના છ’રી પાળતા યાત્રા સંઘ સાથે શત્રુ જય તીર્થની યાત્રાએ જતાં વિ. સં. ૧૯૫૦માં અમદાવાદ પધાર્યા ત્યારે શાહજાદા મુરાદે જગદ્ગુરુ તેમ જ સંઘનાં બહુ સત્કાર-સન્માન કર્યા હતાં અને આચાર્ય શ્રીની પૂજા કરી હતી. - શાહજાદે મુરાદ સને ૧૬૦૦ માં મરણ પામે ત્યારે મિરઝા અજીજ કેકા ગુજરાતને “નવમ સૂબેબનીને આવ્યું. ૧૫. બાર જહાંગીર-(પ્રક. ૪૪, પૃ. ૮૫ થી ૯૮) રાજકાળ–(હીજરી સન ૧૦૧૫ થી ૧૦૩૭ના સફર મહિનાની તાઃ ૨૮ વિસં. ૧૬૬૩ થી ૧૬૮૪ ના કા૦ વદિ ... સને ૧૬૦ ૬ થી તા. ૧૮-૧૦-૧૬૨૭). તેણે ગુજરાતમાં એક પછી એક ૧. કાલી જખાન, ૨. સૈયદ મૂર્તિઝખાન બુખારી સને ૧૬૦૬, ૩. સૂબે ખાને આઝિમ મિરઝા અજીજ કોકા સને ૧૬૦૯ થી ૧૬૧૧, ૪. અબ્દુલ્લાખાન ફિરજજંગ, પ. મકરબખાન, ૬. શાહજાદે શાહજહાન, ૭, શાહજાદા ખુશરૂને પુત્ર દાવરબક્ષ, અને ૮. સૈફખાન એમ ૮ સૂબાઓ મેકલ્યા. ( – પ્રક. ૪૪–પૃ૦ ૯૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy