________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૯૭
(૮) પ્રે. નવાબઅલીની મિરાતે મહમદીમાં વિ. સં. ૧૪૪ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવાર,
(૯) હુલ્લી શિરાઝના તારીખે અહમ્મદશાહીમાં હી. સ. ૮૧૩ જિલ્કાદ મહિને.
(૧૦) ફાર્બસ સભાના ગ્રંથસંગ્રહમાં વ. ૮ ને રવિવાર.
(૧૧) પં. ગિરજાશંકર શાસ્ત્રીએ કરેલા લેકમાં–અમદાવાદના જીવન વિકાસગ્રંથમાં વિ. સં. ૧૪૪૯ ના વૈશાખ શુદિ ૫ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં અથવા વૈશાખ શુદિ ૭ ને શનિવારના રોજ કર્કને ચંદ્ર, વૃષભને શુક અને મેષ રવિ હતો એવા લગ્ન મુહૂર્તમાં
(૧૨) શ્રી. રત્નમણિરાવના ગુજરાતનું પાટનગર અમદાવાદમાં સને ૧૪૧૧.
(૧૩) શ્રી હરિહર ભટ્ટના સં. ૨૦૦૧ ના સંદેશ પંચાંગમાં હિ. સન ૮૧૩ જિલ્કાદ મહિને તા. ૩ને ગુરુવાર; વિસં. ૧૪૬૭ શાકે ૧૩૩૨ના ફાગણ શુદિ ૩ તા. ૨૬-૨-૧૪૧૧ ના રોજ સૂર્યોદયથી ઘડી ૧૫, પલ ૩૫; જતાં બપોરે ૧ કલાક ને ૧૦ મિનિટનું મુહૂર્ત.
અમદાવાદની સ્થાપનાની સલવારી માટે ઉપર પ્રમાણે ઘણું મતો મળે છે પરંતુ આજનું ભારત–લેકશાહી રાજશાસન બહુમતનું પક્ષપાતી છે, આથી ઉપરના મતોમાંની બહુમતીના આધારે સ્પષ્ટ થાય છે કે, “અહમ્મદશાહે સને ૧૪૧૧, વિ. સં. ૧૪૬૮ ના વૈશાખ શુદિ ૫ ના રોજ અમદાવાદ નગરની સ્થાપના કરી હોય.
શ્રી. રત્નમણિરાવ જણાવે છે કે, બાદશાહે પાટણથી સર્વ જરૂરી સામગ્રી મંગાવી “ભદ્રના કિલ્લા” પાસે અમદાવાદનો પાયો નાખે અને શરૂઆતમાં માત્ર ભદ્રને જ કિલે બંધાવ્યું હતું. મહમ્મદ બેગડાએ તે પછી સને ૧૪૬૮માં અમદાવાદને કેટ બંધાવ્યું.
૧. કોઈ હસ્તલિખિત જૂની પ્રતિમાં સં.૧૪૬૮ ના વૈશાખ વ.૭ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં અમદાવાદ વસાવ્યાને ઉલ્લેખ મળે છે. એટલે સંભવ છે કે એ તિથિ નગરપ્રવેશની હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org