________________
૧૯૬
જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
સુધીના ઇતિહાસ આપ્યા છે. તેમાં તેએ લખે છે કે–સૂખા અલખાને વિ. સં. ૧૩૬૦ માં પાટણના કિલ્લા બંધાવ્યા. અને મ. અર્હમદશાહ વિ. સં. ૧૪૬૭ થી ૧૪૯૯ સુધીમાં થયેા. (પ્રક૦ ૫૫) તેણે સ. ૧૪૬૭-૬૮ માં અમદાવાદ શહેર વસાવ્યું.
આ રીતે જોતાં હવે કર્ણાવતીના સ્થાને અમદાવાદ વસ્યું તેમ સમજીને અમદાવાદના ઇતિહાસ વિચારીએ.
શ્રી. રત્નમણિરાવ જણાવે છે કે, મા॰ અહમ્મદશાહ “ હીજરી સન ૮૧૨ ના રમજાન મહિનાની ૧૪ મી તારીખે સને ૧૪૧૦ માં પાટણની ગાદીએ બેઠો. ” તે તરતમાં જ ત્યાંથી નીકળી ભરૂચ જઈ, પેાતાના અમીરેાના મળવાને દાબી દઇ, પાછા વળતાં આશાવલમાં આવીને રહ્યો, તેણે ત્યાં જ નવું પાટનગર વસાવવાના નિણૅય કર્યો. તેણે ૧ મા. અહમદ, ૨ સરખેજના સંત અર્હમ્મદ ખાટૂ` ૩ કાજી અહુમ્મટ્ઠ તથા ૪ શેખ અહમદ એમ ચાર અહમ્મદીને ભેગા કરી, અમદાવાદ નગરના પાયા નાખ્યા. અમદાવાદની સ્થાપનાની સાલવારી અંગે જુદા જુદા ઉલ્લેખા મળે છે તે આ પ્રમાણે છે.~~~
(૧) આઈને અકબરી તથા સિકંદરીમાં સને ૧૪૧૦, (૨) મિરાતે અહમ્મદી તથા સિકંદરીમાં સને ૧૪૧૧. (૩) મિરાતે અહમ્મદીમાં સને ૧૪૧૧, શાકે ૧૩૧૪ વિ. સ’. ૧૪૪૯. (૪) તારીખે ફિસ્તા, ગુજરાત ગેઝેટિયરમાં તા. ૪-૩-૧૪૧૧. (૫) ગુજરાતના રાજાઓની વહેંશાવલીમાં વિ. સ. ૧૪૬૮ ના વૈશાખ શુક્ર ૭ ને રવિવારે પુષ્યનક્ષત્રમાં પ્રથમ પ્રહરમાં,
(૬) ગુજરાત દેશની રાજાવલીમાં વિ. સ. ૧૪૬૭-૬૮. (૭) અમદાવાદની વંશાવલીમાં વિ. સ. ૧૪૫૮ માં વાસ્તુ.
૧. શેખ અહમ્મદ ખાદ્ન ગક્ષને મુકામ સરખેજમાં હતા. તે તા. ૧૧–૧–૧૪૪૬ ના રાજ ૧૧૧ વર્ષની ઉમરે ત્યાં જિતનશીન થયેા. મહમ્મદ બીજો અને કુતબુદ્દીને સને ૧૪૪૬ થી ૧૪૫૧માં સરખેજમાં તેને રાજો બનાવ્યા. (ગૂ॰ પા॰ અમ૦ ૦ ૪૦, પૃ૦ ૫૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org