________________
૧૨૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ હીરવિજયસૂરિને સર્વ જૈન તીર્થો ભેટ આપ્યાં હતાં. સંભવ છે કે, આ જિનચંદ્રસૂરિના અનુયાયીઓએ બુદ્ધિપૂર્વક આ તીર્થ ભેટ આપ્યાની બાબતમાં પણ વિરોધ કર્યો હોય.
(યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પરિશષ્ટ ૧ પૃ. ૨૮૦ થી ૨૮૩ ). આ ફરમાનથી વિશેષ એ જાણવા મળે છે કે, એરિસા વગેરે પ્રાંત કયા કયા પ્રદેશમાં હતા. તથા એ પણ ચેકસ થાય છે કે, બ૦ અકબરે આ૦ હીરવિજયસૂરિને પર્યુષણના ૧૨ દિવસની અમારિનું ફરમાન આપ્યું હતું અને આ૦ જિનચંદ્રસૂરિએ તેમની પ્રશંસા કરી બીજા ફરમાનોની માગણી કરી હતી.
ફરમાન છછું જૈન ધર્મસ્થાનની રક્ષા અને અહિંસા વગેરેનું ફરમાન
અલ્લાહુ અકબર અબુ અલ મુજફફર સુલતાન.........ને હુકમ ઊંચા દરજજાના નિશાનની નકલ અસલ મુજબ છે.
આ વખતે ઊંચા દરજજાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નીકળવાનું મળ્યું (છે) કે હાલના અને ભવિષ્યના હાકેમે જાગીરદારે કરેડીઓ અને ગૂજરાત સૂબાના તથા સોરઠ સરકારના મુત્સદ્દીઓએ સેવડા (જેન સાધુ) લેકે પાસે ગાય અને આખલાને તથા ભેંસ અને પાડાને કઈ પણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિહ્નવાળું ફરમાન છે અને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે, “દર મહિનામાં કેટલાક દિવસ એ ખાવાને ઈચછવું નહીં એ ફરજ અને વ્યાજબી જાણવું. તથા જે પ્રાણુઓએ ઘરમાં કે ઝાડ ઉપર માળા નાખ્યા હોય તેવાઓને શિકાર કરવાથી કે કેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દૂર રહેવામાં પૂરી કાળજી રાખવી.” વળી) એ માનવાલાયક ફરમાન લખ્યું છે કે, ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા અને તેને ધર્મને પાળનારા, જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ છે તેમના ગાભ્યાસનું ખરાપણું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org