SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૨૩ નોંધ:- ખરતરગચ્છમાં આ જિનસાગરથી સં. ૧૯૮૬માં “આચાથય ગચ્છ” નામે લઘુશાખા ચાલી હતી. (પ્રક. ૪૦, પૃ. ૪૯૦ ) આ શાખાના યતિવર શ્રીપૂનમચંદજીએ શ્રીઅગરચંદ નાહટાને મૂળ શાહી ફરમાને નહીં. પણ પાંચ શાહી ફરમાનોની નકલ આપી હતી હતી, જેમાં (૧, ૨, ૩) એરિસા પ્રાંત; અવધ પ્રાંત અને દિલ્હી પ્રાંતનાં ફરમાન હતાં, જે ઉપર છપાયાં છે. (૪, ૫) પહેલા ફરમાન નંબર બીજામાં છપાયેલ પ્રાર્થનાપત્રની બે નકલો હતી. બાદશાહ અકબરે ઈલાહી સન ૩૭ના મિહિર માસની તા. ૪થીએ શહેરેવરને રોજ આ જિનચંદ્રસૂરિને અહિંસાનું ફરમાન આપ્યું હતું, તેની આ જુદા જુદા પ્રાંત માટેની ફરમાનોની નકલ છે. ખરતરગચ્છના આ જિનચંદ્રસૂરિ હિંદી સં. ૧૬૪૮ના અષાડ માસમાં ખંભાતથી વિહાર કરી સિરોહીમાં પર્યુષણ પર્વ અને જાલેરમાં ચોમાસુ પૂરું કરી સં. ૧૬૪૮ના ફાગણ સુદિ ૧૨ના રોજ ઈદના દિવસે લાહોર પધાર્યા, પછી સં. ૧૬૪માં લાહોરમાં, સં. ૧૬પ૦માં હાપુડમાં, સં. ૧૬૫૧માં લાહોરમાં ચોમાસુ કરી સં. ૧૬૫રમાં હાપુડમાં ચોમાસુ કરી જેસલમેર, મારવાડ તરફ પધાર્યા હતા. તેમણે સં૦ ૧૬૬ ૦માં પાટણમાં, સં. ૧૬૬૮માં પાટણમાં, સં. ૧૬ ૬૯માં સાવિહાર લાવવા માટે આગરામાં અને સં૦ ૧૬૭૦માં બિલાડામાં ચોમાસા કર્યા હતાં. તેમણે સં૦ ૧૬૭૦ના આ૦ વ ૨ બિલાડામાં સ્વર્ગગમન કર્યું. તેમને વિહારની અને ઉપરના ફરમાનની સાલવારી મેળવીએ તો સ્પષ્ટ થાય છે કે, તેમણે લાહોરમાં આવતાં તરત જ બાદશાહ પાસેથી ફરમાને વગેરે વિવિધ લાભ લેવા પ્રયત્ન ચાલુ કર્યો હતો. જેમકે, ઈલાહી સન ૩૭ ફરવરદિનની તા. ૧ લીને રોજ હીજરી સન ૧૦૦૦ જમાદિઉસાની તા. ૫; હિંદી વિ. સં. ૧૬૪૯ને ચૈત્ર સુદિ ૭, તા. ૧૦-૩-૧૯૯૨ હોય; જ્યારે આ ફરમાન ઈલાહી સન ૩૭ની સાલમાં મેહેર મહિનાની તા. ૪ના રોજ અપાયું હતું, તો તે દિવસે હીજરી સન ૧૦૦૦નો ૧૨મા જિહજ મહિનાની તા. ૧૦મી, હિંદી વિ. સં. ૧૬૪૯ના બીજા અષાડ સુદિ ૧૧ અને તા. ૧૪–૮–૧૯૯૨ આવે. તે દિવસે આ ફરમાન અપાયું હોય તે પૈકી પંજાબ પ્રાંતનું ફરમાન ગુમ થયું હતું, પણ ઉપરના ૩ ફરમાનેથી આ મૂળ ફરમાન કયારે અપાયું તેનો અનુમાનથી સ્પષ્ટ દિવસ જાણી શકાય છે. સાથે સાથે એ પણ જાણી શકાય છે કે, બાઇ અકબરે મહેર ભાનુચંદ્ર ગણિવરની “ધર્મસ્થાને ધર્માચાર્યોના હાથમાં સોંપાય.’ આવી સલાહથી આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy