________________
૧૦૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩
પ્રકરણ ૧૭. બા. મહમ્મદશાહ :- (રાજ્યકાળ–તા. ૧૯-૯-૧૭૧૯ થી તા. ૧૬–૪–૧૭૪૮; ચૈત્રાદિ વિ. સં. ૧૭૭૬ દ્વિ આ૦ ૧૦ ૨ થી સં. ૧૮૦૫ વિ૦ ૦ ૦)) )
તે ૧૩મા બા૦ જહેદરશાહને ભત્રીજે હતે. જગશેઠને ફરમાન –
તેણે ( જુલસી સન ૪, રજજબ મહિને તા. ૧૨ મી; સને ૧૭૨૨ (અથવા ૧૭૨૪ ) વિસં. ૧૭૭૯ ( અથવા ૧૭૮૧)માં મુર્શિદાબાદના શેઠ ફતેચંદને જગશેઠની પદવી અને શેઠને મહારાજાની પદવી આપી. શેઠ ફતેચંદને મણિથી મઢેલી જગશેઠની પદવીવાળી મહેર આપી શિરપાવ આપે અને ફરમાન લખી આપ્યું. ( મેબાફ. નં. ૨૬ )
બા. મહમ્મદની અભિલાષા હતી કે, “શેઠ ફતેચંદને બંગાળને નવાબ બનાવ” પરંતુ શેઠે પિતે નવાબ બનવાની ના પાડી. આથી નવાબ મુર્શીદખાન શેઠ ઉપર બહુ ખુશ થયે.
નવાબ મુર્શીદખાન પછી તેને જમાઈ સરફરાજ બંગાલને નવાબ ( સને ૧૭૨૫ થી ૧૭૩૯) બન્યું હતું.
આ સમયે અમદાવાદની પ્રજાએ નગરશેઠ શાન્તિદાસ ઝવેરીના વંશજ શાહ નથુશાહ તથા શેઠ ખુશાલચંદને વંશપરંપરાના હકકે અમદાવાદની જકાતમાંથી ૪ આનાને હક–પટ્ટો લખી આપે હતે. ( પ્રવ ૫૮–શેઠ ખુશાલચંદ, તથા મેબાફરક નં. ર૭)
બામહમ્મદના સમયે સને ૧૭૩૯ (વિ. સં. ૧૭૯૧)માં સુલતાન નાદીરશાહે હિંદુસ્તાન ઉપર સવારી કરી હતી. બા. મહમુદ તથા તેની એક દાસીએ સ્વદેશના અભિમાનથી બાદશાહી રાજમહેલના ઝરૂખામાંથી કિલ્લાના પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ સુલતાને તે બને બચાવ્યા, બના દેશાભિમાનની પ્રશંસા કરી બા. મહમુદને દિલ્હીની ગાદીએ પોતાને હાથે બેસાડ્યો હતે.
બાદશાહ મહમ્મદના સમયે ચીખલેજખાન આલકશાહે “નિઝામ રાજ્યની” સ્થાપના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org