________________
ગુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ છે
બાદશાહ અકબર સાહિબ ખાનને ગુજરાતને સૂબે બનાવી, ફતેપુર સિકી ચાલી ગયે. બા. અકબરે ગુજરાતમાં એક પછી એક ૯ સુબા મોકલ્યા હતા.
ગુજરાતને જૂને બાદશાહ મુજફરશાહ મરણ પામે ત્યાર પછી અકબરે પોતાના સાવકા ભાઈ–દુધભાઈ–મીરઝા અજીજ કેકાને ગૂજરાતને સૂબે બનાવી મોકલ્યો હતો અને મેલવી અબુલ ફઝલને અહીં રાખી, સૌરાષ્ટ્રની જમીન તથા મહેસૂલની વ્યવસ્થા બંધાવી હતી. અબુલફજલે સૌરાષ્ટ્રમાં સાત વર્ષ ગાળી, સૌરાષ્ટ્રના મહેસૂલ માટે ૯ ભાગ પાડ્યા હતા. તે ભાગ આ પ્રમાણે હતાઃ ૧. ઝાલાવાડ, ૨. સોરઠ ૩. શત્રુંજયવિભાગ, ૪. વાળાક, પ–૬–૭. . વાઘેલાને વિભાગ, ૮. કાઠી, ૯. નાનો કચ્છ વગેરે.
આમંત્રણ - બાદશાહ અકબરે ફતેપુર સિકીમાં શેઠ થાનમાલની માતા ચંપાબાઈના મુખેથી આ૦ હીરવિજયસૂરિની પ્રશંસા સાંભળી તેમને ફતેપુર સિકી લાવવા માટે મોદી અને કમાલ નામના બે મેવાડાએને મોકલી ગૂજરાતથી ફતેપુર સિકી બોલાવ્યા. ,
આ હીરવિજયસૂરિ પિતાના ૬૭ મુનિવરોની સાથે ગૂજરાતથી નીકળી મારવાડ, મેવાડ થઈ સં. ૧૬૩ન્ના જેઠ વદિ ૧૩ના રોજ ફતેપુર સિકી આવ્યા. તેમણે આ પ્રદેશમાં લગભગ ચાર વર્ષો સુધી વિચરી બાદશાહ અકબર, તેનો પરિવાર અને રાજદરબારીઓને ધર્મોપદેશ આપ્યો. પછી તેઓ ગુજરાત પધાર્યા ત્યારે તેમણે અહીંના
કે, બાદશાહ, શાહી પરિવાર, અમીરે, રાજા વગેરેને ધર્મોપદેશ દેવા માટે મહેર શાંતિચંદ્ર ગણિવર, મહેર ભાનચંદ્ર ગણિ વગેરે વિદ્વાન્ ધર્મોપદેશક મુનિવરોને બાદશાહની પાસે રાખ્યા હતા અને ગુજરાતમાં ગયા બાદ ત્યાંથી પિતાના પટ્ટધર આ. વિજયસેનસૂરિ તથા મહેસિદ્ધિચંદ્ર ગણિ વગેરેને ગૂજરાતથી બાદશાહ પાસે મોકલ્યા હતા. મહ૦ ભાનુચંદ્ર ગણિ અને મહત્વ સિદ્ધિચંદ્ર ગણિ બાદશાહના દરબારમાં લગભગ ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બા. અકબરે આ૦ હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org