________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ફરને હરાવી પિતાની સાથે લઈ સને ૧૫૭૩ના જૂન મહિનામાં તે ફતેપુર સિકી પહોંચી ગયે. તેણે અમદાવાદમાં પિતાને દૂધભાઈ મીરઝા અજીજ કેકાને ગૂજરાતને સૂબો બનાવ્યું.
બાદશાહ અકબર ફતેપુર સિક્રી પહોંચે તે પછી બે મહિનામાં એટલે ઓગસ્ટ માસમાં મહમ્મદ હુસેન અને ઈમ્તીયાર મુકે ગૂજરાતમાં બળ જગાવ્યા. અકબરને તેના ખબર મળ્યા. આથી બાદશાહ રાજા બીરબલ વગેરે સાથે મોટી સેનાને લઈ કેઈને ખબર ન પડે તેમ એકાએક ફતેપુર સિક્રીથી નીકળી ફરીવાર ગુજરાત ઉપર ચડી આવ્યું. તેણે “માત્ર ૯ દિવસમાં ૬૦૦ માઈલની મુસાફરી કરી,” પિતાની સેનાને મજબૂત બૂહ રચી અમદાવાદ આવ્યો. તા. ૨-૯-૧૫૭૩ના દિવસે મેટું યુદ્ધ થયું. અકબરે શત્રુઓને હરાવી અમદાવાદને કબજે કર્યું અને તે અમદાવાદની ગાદીએ બેઠે. તેણે પિતાને પ્રભાવ જમાવવા ૨૦૦૦ બળવાખોરોના માથાને મેટે બૂરજ બનાવ્યું. આ રીતે તે ફરી ગુજરાતને બાદશાહ બન્યો અને તે અમદાવાદમાં આરામથી ઘણું દિવસ સુધી રોકાયે.
(–ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ૦ ૬–૭૦) આગરાના શેઠ રામશાહનો પુત્ર થાનમલ જૈન આ લશ્કરમાં અકબર સાથે અમદાવાદ આવ્યો હતે.
દીક્ષા ઉત્સવ - આ સમયે તપગચ્છના નાયક આ૦ હીરવિજયસૂરિ અમદાવાદમાં વિરાજમાન હતા. સં. ૧૯૨૮માં લંકાગચ્છની અમદાવાદની ગાદીમાં શ્રીપૂજકુંઅરજીસ્વામીના શિષ્ય મેઘજીસ્વામી શ્રીપૂજા તરીકે વિરાજમાન હતા. શ્રીપૂજ મેઘજી વગેરે લેકાગચ્છના ૧૮ યતિઓએ આ૦ હીરવિજયસૂરિ પાસે તપાગચ્છની સંવેગી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો. આગરાના શેઠ થાનમલજીએ આ દીક્ષાઉત્સવમાં બાદશાહી લશ્કરી વાજાં લાવી ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. આચાર્યશ્રીએ તે દીક્ષા આપી. મુનિ ઉદ્યોતવિજયજી વગેરે નામે રાખ્યાં અને પોતાના પરિવારના ગીતા વગેરેના શિષ્ય-પ્રશિષ્ય બનાવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org