SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૬. રાજગ૭ પટ્ટાવલી (ધર્મઘોષગચ્છ) ૯આ શીલભદ્રસૂરિ. ૧૦. આહ ધર્મષસૂરિ–જેમની પાટે વીશ આચાર્યો થયા. આ૦ મુનિરત્નસૂરિ “અમમચરિત્ર”માં ચંદ્રગથ્વીય આ૦ ચંદ્રપ્રભ અને આ ધર્મઘોષને પરિચય આપી તેમનાથી પઢાવલીની શરૂઆત કરે છે. ૧૧. આ સમુદ્રષસૂરિ તેઓ આ ધર્મષના પ્રસિદ્ધ પટ્ટધર હતા. માળવાના વિશિષ્ટ પંડિતેમાં તેમની ગણના થતી હતી. તેઓ અનેક વિદ્વાને અને અનેક મુનિવરના વિદ્યાગુરુ હતા. તેમણે ધારાને નરવર્મદેવ (સં. ૧૧૬૧ થી ૧૧૦), ગેહૂદ–ગેધરાને રાજા અને ગુજરાતને રાજા સિદ્ધરાજ જયસિંહ (સં. ૧૧૫૦ થી ૧૧૯) વગેરેની રાજસભામાં પોતાને ત્યાગ અને વિદ્વત્તાથી સમ્માન મેળવ્યું. હતું. તેમની પાટે ત્રણ આચાર્યો થયા. (૧) આ૦ સુરપ્રભ, (૨) આ૦ મુનિરત્ન અને (૩) આ તિલકચંદ્ર. આ૦ સુરપ્રભ મોટા વિદ્વાન હતા, મહાકવિ હતા અને માળવામાં વિશેષ પ્રસિદ્ધ હતા. તેમની પાટે આ૦ જિનેશ્વર વગેરે ત્રણ આચાર્યો થયા હતા. ૧૨. આ મુનિરત્નસૂરિ—તેઓ વ્યાકરણ, સાહિત્ય, છંદ, નિરુક્ત, ન્યાય, તિષ અને સિદ્ધાંતના પારગામી હતા. તેમણે આ સુરપ્રભની પાટે આ જિનેશ્વરને તથા પિતાની પાટે આ જિનસિંહને સ્થાપ્યા હતા. વારાહીનગરીમાં શ્રીમાલી ભંડારી યશોધવલ રહેતું હતું, તે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ખજાનાને મંત્રી હતું. તેને જગદેવ નામે વિદ્વાન પુત્ર હતા. ક. સ. આર. શ્રી હેમચંદ્રસૂરિએ જગદેવની કવિતાથી પ્રસન્ન થઈને તેનું બાલકવિ એવું બીજું નામ રાખ્યું હતું. બાલકવિ જગદેવ મેટ થતાં ધર્મ, ઘેષગચ્છની શ્રમણોપાસક સમિતિને અધ્યક્ષ બન્યા હતા. બાલકવિને આ૦ મુનિરત્નસૂરિ પ્રત્યે અવિહડ પ્રેમ હતે. આ૦ મુનિરત્નના ઉપદેશથી પ્રતિબંધ પામેલ રાજતિષી રુદ્રદેવને પુત્ર મંત્રી નિને, ચૂદનભટ્ટ અને બાલકવિ એ ત્રણે જૈનધર્મની ઉન્નતિમાં ઘણે રસ લેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy