________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૧૨. આ દેવેન્દ્રસૂરિ–તેમના શિષ્ય પં. કનકપ્રભે પ૦ ઉદયચંદ્રગણિની પ્રેરણાથી “સિદ્ધહેમચંદ્રવ્યાકરણ”ઉપર “ન્યાસ સારદ્વાર નામે ટીકા રચી છે.
૧૩. આ રત્નપ્રભસૂરિ.
૧૪. આ૦ આણંદસૂરિ–તેમણે આબૂતીર્થમાં વિમલવસહીમાં સં૦ ૧૨-૯માં કુલધરના પુત્રએ ભરાવેલ ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરી હતી. - ૧૫. આ૦ અમરપ્રભસૂરિ–તેમના ઉપદેશથી સેમસિંહે સં. ૧૩૪૪ ના માગશર સુદિ ને રવિવારે “કલ્પસૂત્ર” લખાવ્યું હતું ૧૬. આ૦ જ્ઞાનચંદ્રસૂરિ तावत् कविर्नवकवित्वविधानदक्षो
વાદ્રીશ્વર વતિ તાવ વવાતાના वक्ताऽपि तावदमृतोपमशक्तिरासीद् . . ज्ञानेन्दुरेति कुशकोटिमतिर्न यावत् ॥
(વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૬૮,
“રાજગછીય પટ્ટાવલી” ૦ ૭૨) અલ્લાઉદીન ખીલજીએ સં ૧૩૬૮ માં આબૂતીર્થનાં જૈન મંદિરને તોડી નાખ્યાં હતાં. આ૦ જ્ઞાનચંદ્રના ઉપદેશથી મંડાવરના શેઠ ગેસલ તથા શેઠ મહણસિંહના પુત્ર શા. વીજડ તથા લાલિગ વગેરેએ વિમલવસહીની ઘણી દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યો અને આચાર્યશ્રીએ તેમાં સં૦ ૧૩૭૮ના જેઠ સુદિ ૯ને સોમવારે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. આ આચાર્ય સં. ૧૩૪ સુધી વિદ્યમાન હતા.
૧૭. આર મુનિશેખરસૂરિ–તેઓ મેટા વાદી હતા. આ આચાર્ય વિમલવસહીના સં. ૧૩૭૮ના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સમયે હાજર હતા. તેમની સં૦ ૧૩૮૬ માં બનેલી મૂર્તિ મળે છે.
૧૮, આ૦ સાગરચંદ્રસૂરિ–તેઓ સં. ૧૪૩રમાં વિદ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org