________________
પાંત્રીશમું ] આ૦ ઉદ્યતનસુરિ
૪૧ ધર્મઘોષગચ્છના શ્રાવક હતા. આ ધર્મઘોષની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજનું બેસણું છે એટલે ધર્મઘોષગચ્છના સૌ ગેસે તપગચ્છને માને છે. અજમેરમાં મહેતાઓએ બંધાવેલું તપાગચ્છનું ભ૦ પાર્શ્વ નાથનું જિનાલય છે.
શાકંભરીને મહામાત્ય ધનદેવ આ ધર્મઘોષસૂરિને પરમભક્ત હતું. તેમના પુત્ર કવિ યશશ્ચન્ટે “મુદ્રિતકુમુદચંદ્રનાટક” વગેરે ચાર નાટકની રચના કરી છે.
તેમણે (૧) આ૦ રત્નસિંહસૂરિ, (૨) આ યશભદ્ર અને (૩) આ સમુદ્રશેષ વગેરે ૨૦ શિષ્યને આચાર્યપદ આપ્યું હતું. તેમનાથી “ધર્મષગચ્છને આરંભ થયો.
આચાર્યશ્રીએ ધર્માષગચ્છની સુરક્ષા માટે પિતાના સાધુઓ શિથિલ ન થાય તે માટે અને સંપૂર્ણ વ્યવસ્થા માટે ૧૬ શ્રાવકની એક શ્રમણોપાસકસમિતિ બનાવી હતી, જેમની દેખભાળમાં શુદ્ધિ અને સંગઠનનું કામ સારી રીતે ચાલતું હતું.
આ ધર્મઘોષસૂરિ બીજા યુગના ૧૮ મા યુગપ્રધાન આચાર્ય હતા. તેમને યુગપ્રધાનકાળ વીર સં. ૧૫૨૦ થી ૧૫૯૮ હતે.
(જૂઓ, પ્રક. ૮, પૃ૦ ૧૯૭) ૧૧. આ૦ રત્નસિંહસૂરિ–તેઓ આ ધર્મઘોષસૂરિના પટ્ટધર હતા. તેમનાં બીજાં નામે આ રત્નાકર અને રત્નકીર્તિ પણ મળે છે. તેઓ આ સમુદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે પ્રાકૃતમાં “પાર્શ્વ નાથસ્તવન” (લે. ૭) રચ્યું છે.
તેમણે સં૦ ૧૨૪૮માં “આત્મહિતકુલક” (ગાથાઃ ૨૫), “આત્માનુશાસનકુલક” (ગાથા ૫૬), “આત્માનુશાસ્તિકુલક” (ગાથાઃ ૨૫), “ઉપદેશકુલક” (ગાથા: ૨૬), “ગુર્વારાધનકુલક” (ગાથાઃ ૩૪), પરમસુખદ્વાáિશિકા” (ગાથાઃ ૩૨), “પર્યતારાધના” (ગાથાઃ ૧૬), મને નિગ્રહભાવના (ગાથાઃ ૪૪), “શ્રાવકવર્ષાભિગ્રહભાવના”, “સંવેગામય” (પ્રાકૃત, ગાથાઃ ૧૧૨), “સંવેગામૃતપદ્ધતિ” (સંસ્કૃત, ક્ષેત્ર ૪૩), “સંગરંગમાલા” (ગાથા ૫૦), “ગુરુસ્તુતિકુલકે” ૩૭ રચ્યાં છે.
(જૂઓ, જૈન ગૂર્જર કવિઓ, ભા. ૧, પૃ. ૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org