SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આચાર્યે તેમની પ્રશંસા કરીને જણાવ્યું કે, “અમે સરસ્વતી પુત્ર છીએ, તું સરસ્વતી કંઠાભરણ છે, તે જ્યાં હોય ત્યાં અમે રહીએ.” (સં. ૧૨૯૦ની પ્રબંધાવલી, પુરાતનપ્રબંધસંગ્રહ પૃ. ૬, ૭૬) તેમણે સં૦ ૧૨૬૬ માં “કાવ્યપ્રકાશ ની સંકેત ટીકા, સં. ૧૨૭૬ ની દિવાળીમાં દેવકુલપાટકમાં “પાર્શ્વનાથચરિત્ર (ગ્રં: પર૭૮), સં. ૧૨૭૬ ના આ વદિ અમાસ ને સેમવારે કર્ણાવતીમાં “શાંતિનાથચરિત્ર” (સર્ગઃ ૮, ગંપ૫૭૪), મહામાત્ય વસ્તુપાલનાં પ્રશંસા કાવ્ય અને ઘર્કટવંશના મંત્રી યશવીરનાં પ્રશંસાકાવ્યું વગેરે રચાં છે. મમ્મટના “કાવ્યપ્રકાશ”ના ઉલ્લાસ ૧ થી ૧૦ છે. તેના ઉપર આચાર્યશ્રીએ “સંકેત” નામની ટીકા રચી છે; જે સૌથી પ્રાચીન ટીકા છે અને તે વિદ્વાને માં અત્યંત પ્રમાણભૂત મનાય છે. આચાર્યશ્રીએ તેમાં ભામહ, ઉદ્ભટ, રુદ્રટ, દંડી, વામન, અભિનવગુપ્ત, મુકુલ અને ભેજ વગેરે અલંકારના વિદ્વાનોના મતે આપીને છેવટે પિતાને અભિપ્રાય દર્શાવ્યું છે. નં. ૪૭ મુનિ હરિભદ્રના પુત્ર નાનુએ વડગચ્છના આ ગુણાકરને સં. ૧૪૧૦ માં તેમને “શાંતિનાથચરિત્ર”ની પ્રતિ લખાવીને અર્પણ કરી હતી. (પ્ર. ૧) ૧૫. આ૦ હેમપ્રભસૂરિ તેમના સં૦ ૧૩૨૬, સં. ૧૪૦૦ના પ્રતિમાલેખ મળે છે, તેઓ સં. ૧૪૦૦ ના પ્રતિમાલેખમાં પિતાને ઘેષપુરીયગચ્છના બતાવે છે. ૧૬. આટ હરિપ્રભસૂરિ ૧૭. ભ૦ મેરુચ–તેમની સં. ૧૮૯૧ની પ્રતિમા ખંભાતમાં વિરાજમાન છે. ૧. “ જેન પરંપરાને ઇતિહાસ” ભા. ૧, પ્રક. ૩૨, પૃ. ૫૧૭ માં આ માણિજ્યચંદ્રને આ૦ મુનિશેખરના પટ્ટધર આ૦ સાગરચંદ્રના ગુરુભાઈ તરીકે લખ્યા છે તે ઉલ્લેખ બરાબર નથી એમ સમજવું. નલાયન કર્તા આ માણિજ્યચંદ્ર વડગ૭માં તેમજ “શ્રીધરચરિત' વગેરેના કર્તા આવ માણિકષચંદ્ર અંચલગચ્છમાં થયા હતા. જુઓ, પ્ર. ૪૦,૪૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy