SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ પત્રિીશમું] આ ઉદ્દઘોતનસૂરિ ૧૩. રાજગચ્છ પટ્ટાવલી (ધર્મષગચ્છ) ૯. આ શીલભદ્રસૂરિ–તેમની પાટે આ૦ ધનેશ્વર, આ ચંદ્ર, આ. ભરતેશ્વર, આ ધર્મષ અને આ સર્વદેવ થયા હતા. ૧૦. આહ ધર્મષસૂરિ–તેમનું બીજું નામ આ ધર્મ સૂરિ પણ મળે છે. તેઓ વ્યાકરણના પારગામી, ન્યાયશાસ્ત્રના નિષ્ણાત, સૂત્ર-અર્થના સમર્થ વ્યાખ્યાતા અને અપૂર્વ બુદ્ધિવાળા હતા. તેઓ છ ઘડીમાં ૫૦૦ શ્લોક મુખપાઠ કરી શકતા હતા. તેઓ મહાવાદી હતા. તેમને અંબિકાદેવી પ્રસન્ન હતી. તેમણે નાગર, શાકંભરી અને અજમેરની રાજસભામાં વ્યાખ્યાન આપ્યાં હતાં, અને ત્યાંના રાજવીઓ તેમજ જનતા ઉપર પ્રભાવ પાડ્યો હતો. નાગોરનો રાજા આલ્પણ (નાડેલને રાજકુમાર સં૦ ૧૧૬૭ થી ૧૨૧૮), શાકંભરીને રાજાઓમાં અજયરાજ, જેણે અજમેર વસાવ્યું રાજા અર્ણોરાજ, જેણે પોતાની પુત્રી જલ્પણું (ચંદ્રલેખા) ગૂર્જરે શ્વર કુમારપાલને પરણાવી હતી (મૃત્યુ સં. ૧૨૦૮), ચોથો વિગ્રહ રાજ (સં. ૧૨૧૨થી ૧૨૨૦) વગેરે રાજાઓ આ ધર્મઘોષસૂરિને ગુરુદેવ તરીકે માનતા હતા. તેમણે અજમેરમાં રાજા અર્ણોરાજની સભામાં દિગંબર વાદી ગુણચંદ્રને હરાવ્યો હતો. બીજા ઘણું વાદમાં વિજય મેળવ્યું હતું. તેમના ઉપદેશથી પ્રતિબંધ પામી અજમેરના રાજા વિગ્રહરાજે (વીશલદેવે) જૈનધર્મ અંગીકાર કર્યો હતો. પિતાના રાજ્યમાં અગિયારશ વગેરે તિથિઓમાં અમારિ પળાવી હતી. અજમેરમાં મેટે રાજવિહાર બંધાવી, તેમાં ભ૦ શાંતિનાથની મેટી १. वादिचन्द्र गुणचन्द्रविजेता भूपतित्रयविबोधविधाता । धर्मसूरिरिति नाम पुराऽऽसीद् विश्वविश्वविदितो मुनिराजः ॥३९॥ (જૂઓ, રાજગ૭ પટ્ટાવલી અબુંદ પ્રાચીન લેખસંદેહ, લેખકઃ ૧) सुलभविविधलब्धिर्भाग्यसौभाग्यभूमिर्भवशतकृतपुण्यप्राप्यपादप्रसादः । जिनपतिमतचित्रोत्सर्पणाकेलिकारो जयति कलियुगेऽस्मिन् गौतमो धर्मसूरिः॥ (-રાજગ૭ પટ્ટાવલી, ભલે. ૭૧, ૮૪, વિવિધગીય પટ્ટાવલસંગ્રહ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy