SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીશમું ] આ ઉદ્દઘાતનસૂરિ ૩૭ द्रव्याश्रयाः श्रीजयसिंहदेव ! गुणाः कगादेन महर्षिणोक्ताः । त्वया पुनः पण्डितदानशौण्ड ! गुणाश्रयं द्रव्यमपि व्यधायि ॥ (જૂઓ, જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પારા- ૩૬૨) સંભવ છે કે, તેમની પાટે આ મલયેન્દુ થયા હોય. (રાજગચ્છ પટ્ટાવલી, લ૦ ૮૯, ૯૦). ૧૪. આ માણિક્યચંદ્રસૂરિ–તેઓ આ૦ સાગરચંદ્રસૂરિના ગુરુભાઈ હતા; છતાં આ૦ સાગરચંદ્રને ગુરુ તુલ્ય માનતા હતા. નાગૅદ્રગથ્વીય આ૦ ઉદયપ્રભસૂરિના શિષ્ય આ૦ જિનભદ્ર લખે છે કે, આ માણિજ્યચંદ્રસૂરિ વડકૂપ (વડવા)માં સ્થિરવાસ કરતા હતા. મહામાત્ય વસ્તુપાલે ખંભાત જઈ તેમને ત્યાં પધારવા વિનંતિ કરી; પરંતુ આચાર્યશ્રી ત્યાં ગયા નહિ, તેથી મહામાત્યે બે લોક લખીને તેમને મોકલ્યા उत्प्लुत्योत्प्लुत्य गतिं कुर्वन् गर्वादखर्वजडबुद्धिः । वटकूपकूपमध्ये निवसति माणिक्यमण्डूकः ॥ जडजे संगमे प्रहर्षी द्विजिह्वजनवल्लभोऽतितुच्छपदः । वटकूपकूपमध्ये निवसति माणिक्यमण्डूकः ॥ આચાર્યશ્રીએ તેને ઉત્તર પણ લેક દ્વારા આખ્યો गुणालीजन्महेतूनां तन्तूनां हृद् विपाटयन् । वंशार्धार्धपरिस्फूर्त्या रे पिञ्जन ! विज़म्भते ॥ (જૂઓ, નવે ત્રિષષ્ટિશલાકાચરિત્ર ભંડાર) મહામાત્યે ગુસ્સામાં આવીને ખંભાતમાં તેમની પાષાળની વસ્તુઓ ચેરાવી લઈ સુરક્ષિત સ્થળે મુકાવી દીધી. આચાર્યશ્રીએ રૂબરૂમાં જઈ મહામાત્યને જણાવ્યું કે, “સંઘમાં તમારા જેવા મોટા પુરુષે વિદ્યમાન હોય છતાં પિોષાળમાં આ ઉપદ્રવ કેમ થયા?” મહામાત્યે વંદન કરી સુખશાતા પૂછીને જણાવ્યું કે, “આપને અહીં પધરાવવા માટે જ બન્યું છે. મહામાત્યે હસીને આ ઉત્તર વાળી એ બધી વસ્તુઓ પાછી આપી. મહામાત્યે સંઘપૂજા કરી ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy