SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૨ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ચિત્રોડાગચ્છ, વડગચ્છ, ઉપકેશગચ્છ કેરંટાગચ્છ, સાંડેરકગચ્છ, મલધારગચ્છ, કમલકલશા, કતકપુરા, કાજપુરા, ચઉદ્દેશીયા તપાગચ્છ છે. (જૂઓ “તપગચ્છ શ્રમણવંશવૃક્ષ પૃ. ૩૯, પ્રક. ૪૧, પૃ. ૫૯૭) મેગચ્છ–આ બપ્પભટ્ટસૂરિની ગાદી મઢેરામાં હતી. તેમની પરંપરા મેઢગ૭ નામે હતી. (જૂઓ પ્રક. ૩૨, પૃ. પર૨) રાજગછના આ પ્રદ્યુમ્ન સં૦ ૧૩૨૫માં મેઢગચ્છના આ૦ હરિપ્રભસૂરિની વિનતિથી “કાલિકાચાર્ય કથા” બનાવી. (જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ર૩) - નાગરગચ્છ–જૈન મહાજનની ૮૪ જ્ઞાતિઓ છે. તેમાં નાગર પણ એક જ્ઞાતિ છે. તે જ્ઞાતિવાળા વડનગર, વિસનગર, મેત્રાણું અને સિદ્ધપુરના પ્રદેશમાં વસતા હતા. તેઓ વૃદ્ધ તપાગચ્છ અને અંચલગચ્છના જેન હતા પણ ગુજરાતમાં વલભ સંપ્રદાય આવ્યો ત્યારે તેણે શરૂઆતમાં થડા નાગને વૈષ્ણવ બનાવ્યા. ધીમે ધીમે વૈષ્ણવે વધ્યા. તેઓએ એક્તા કરી, જેને પર કન્યાની લેવડદેવડ અંગે દબાણ મૂક્યું એટલે જેને એકદમ ઘટી ગયા. નાગર જેનેએ અમદાવાદની સમગ્ર જ્ઞાતિ વચ્ચે આજીજી કરી કે અમે જૈન છીએ, અમને જ્ઞાતિમાં મેળવીને બચાવી લે. તપાગચ્છાધિરાજ પૂ. મૂલચંદજી ગણિવર, સાગરગચ્છના શ્રીપૂજ ભ૦ શાંતિસાગર, શેઠ પ્રેમાભાઈ વગેરે તેઓને મેળવી લેવા સમ્મત હતા. પણ અમદાવાદના જ્ઞાતિના ઠેકેદારો ધર્મ પ્રેમી હોવા છતાં તેઓએ જ્ઞાતિપ્રેમને વધુ વજન આપ્યું. એનું પરિણામ એ આવ્યું કે નાગ એ વિકમની વીશમી સદીના મધ્યકાળમાં જૈનધર્મ છોડ્યો અને સૌ વૈષ્ણવ બની ગયા. નાગ નાગરગચ્છના જૈનાચાર્યોને શ્રાવક હતા, શિલાલેખમાં નાગરગચ્છને ઉલ્લેખ મળે છે–નાગરગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિ(સં. ૧૩૦૯ થી ૧૩૯૪)એ સં. ૧૩૦હ્ના વિશાખ સુદિ, ૩ ને બુધવારે બ્રહ્માણગચ્છના શ્રાવકોએ ભરાવેલી ભ૦ શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સં. ૧૩રરના વૈશાખ વદિ ૭ ને બુધવારે ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી વગેરે. નાગરગચ્છનું બીજું નામ “વડનગરગ’ હતું. મેત્રાણા એ મધ્યકાળમાં નાગરગચ્છનું જૈન તીર્થ હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy