SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રિીશમું ] આ૦ ઉદ્યોતનસૂરિ ૨૫ ૧૧. આ. શાંતિપ્રભ–તેઓ ચંદ્રગચ્છના હતા. ૧૨. આ. હરિપ્રભસૂરિ–તેઓ આ૦ શાંતિપ્રસને શિષ્ય હતા. સં. ૧૨૧૨. ૧૩. આઠ યશભદ્રસૂરિ–સં૦ ૧૩૦૦, ૦ ૧૩૦૫ (જૂઓ, પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા-૨, લેખાંક : ૫૪૫, ૫૪૭) ૩. રાજગચ્છ પટ્ટાવલી (ચંદ્રશાખા) : ૯. આઠ શીલભદ્રસૂરિ–તેમની પાટે (૧) આ૦ ધનેશ્વર, (ર) આઇ ચંદ્રસૂરિ, (૩) આ૦ ભરતેશ્વર, (૪) આ ધર્મષ અને (૫) આઇ સર્વ દેવસૂરિ થયા. '૧૦. આ ચંદ્રસૂરિ–તેમનાં પં, પાર્થ દેવ, પં. પાર્ધચંદ્ર, આ ચંદ્ર, આ ચંદ્રપ્રભ વગેરે નામે મળે છે. તેઓ “વિષમપદભંજિકાપંજિકા'માં પિતાને સ્પષ્ટ પરિચય આપે છે તેથી નકકી છે કે, તે આ. શીલભદ્રસૂરિને પ્રશિષ્ય હતા અને આ ધનેશ્વરના પત્ર પાર્થ દેવગણિ નામના શિષ્ય હતા. તેમને આચાર્યપદ મળતાં આ૦ શ્રીચંદ્રસૂરિ બન્યા અને આ ચંદ્રપ્રભસૂરિનામથી પ્રસિદ્ધ થયા. તેઓ લાંબુ જીવ્યા હતા. તેઓ સિદ્ધાંતના અજોડ જ્ઞાતા, ન્યાયશાસ્ત્રના પારગામી અને પરમ ધ્યાની હતા. તેઓ સમર્થ વિવેચનકાર અને ગીતવિશારદ ગાયક હતા. તેમનું શાસ્ત્રવિવેચન અને અર્થ નિરૂપણ જ્ઞાનીઓ માટે અમૃતાંજન જેવું મનાતું હતું. તેઓ આ શીલભદ્રસૂરિ, આ દેવેન્દ્રસૂરિના પરિવારે અને રાજગચછમાં સર્વ માન્ય હતા. તેમના ઉપદેશથી શેઠ નિન્નાના વંશજ મહામાત્ય પૃથ્વીપાલે સં૦ ૧૨૦૬ માં આબૂતીર્થમાં છરી પાળતા યાત્રા સંઘ સાથે જઈને વિમલવસહને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. ... १. इति श्रीशालिभद्रसूरिशिष्यसुविहीतनामधेयश्रीधनेश्वरसूरिशिष्यैः सामान्यावस्थाप्रसिद्धपण्डितपार्श्वदेवगण्यभिधानविशेषावस्थावगतश्रीचन्द्रसूरिनामभिः स्वपरोपकारार्थ दृष्ट्वा विषमपदभजिकापलिका परिसमाप्ता ॥ (જુઓ, જૈનસ્તોત્ર સંદેહ, ભા. ૧, પ્રસ્તાવના પૃષ્ઠ : ૩૧) मा. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र कोवा (गांधीनगर) पि ३८२००१ " ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy