________________
૨૪
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૨ [ પ્રકરણ લખી હતી. વળી, “પ્રવજ્યાવિધાન, મૂલશુદ્ધિપ્રકરણ” તેમજ તેની વૃત્તિની રચના કરી છે, જેની આ વાદિ દેવસૂરિની પરંપરાના આવે મદનચંદ્રસૂરિના શિષ્ય આ૦ મુનિદેવે પહેલી પ્રતિ લખી હતી. - આઠ પ્રદ્યુમ્નસૂરિએ સમકાલીન વિદ્વાનેના કાવ્યગ્રંશેનું સંશોધન કર્યું હતું. તેમાં ઘટતે સુધારા-વધારે કરી પ્રતિષ્ઠિત બનાવ્યા હતા. તે પૈકીના કેટલાક ગ્રંથનાં નામે નીચે મુજબ મળે છે. - કવિ આસડરચિત “ઉપદેશકંદલી, વિકમંજરી ઉપર આવે બાલચંદ્રસૂરિએ સં૦ ૧૨૪૮ માં રચેલી વૃત્તિઓ; રાજગચ્છીય આ૦ દેવેંદ્રસૂરિએ વિ. સં. ૧૨૯૮ના કાર્તિક વદિ ૬ના રોજ રવિ-પુષ્ય નક્ષત્રમાં ચેલા “ઉપમિતિસાદ્વાર', નાગૅગચ્છીય આ૦ ઉદયપ્રભસૂરિએ સં. ૧૨૯૯માં ધોળકામાં રચેલી “ઉપદેશમાલા-કર્ણિકાવૃત્તિ', આ૦ વાદિ દેવસૂરિની પરંપરાના આ મદનચંદ્રસૂરિના શિષ્ય આ૦ મુનિદેવે સં. ૧૩૨૨ માં રચેલ “શાંતિનાથચરિત્ર”, રાજગચ્છીય આ પ્રભાચંદ્રસૂરિએ સં. ૧૩૩૪ માં રચેલા “પ્રભાવકચરિત', રાજગછીય આ૦ પરમાનંદસૂરિના શિષ્ય આ રત્નપ્રભે રચેલા “કુવલયમાલાસંક્ષેપ” (જૂઓ, રાજગચ્છના મુનિ રામચંદ્ર લખેલા અને શેઠ આસપાલ પિરવાડે લખાવેલી “વિવેકમંજરીપ્રકરણ”ની વૃત્તિની પુષ્પિકા), પં. ધર્મકુમારે સં. ૧૩૩૪માં રચેલા “શાલિભદ્રચરિત્ર” (á૦ : ૧૨૨૪), રાજગચ્છીય આ૦ માનતુંગસૂરિએ સં. ૧૩૩૨ માં રચેલા “શ્રેયાંસનાથચરિત્ર વગેરે ગ્રંથોનું તેમણે સંશોધન કરી પ્રતિષ્ઠા આપી હતી. એ સ્પષ્ટ છે કે, આ પ્રદ્યુમ્નસૂરિ એ સમયમાં વિદ્વાને અને કવિઓના પૂજ્યસ્થાને વિરાજમાન હતા.
(જૂઓ, પ્રભાવકચરિત, નંદીસૂત્રવ્યાખ્યા, વિષમ પદભંજિકા, " સિજજે સચરિય (શ્રેયાંસચરિત્ર), સમરાદિત્યસંક્ષેપ ભવ-૧ વગેરે)
૨. રાજગચ્છ પટ્ટાવલી ૯ આર શીલભદ્રસૂરિ—તેમની પાટે પાંચ આચાર્યો થયા. ૧૦, આ૦ ધનેશ્વરસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org