SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ એક્તાલીશમું ] આ અજિતદેવસૂરિ ૫૭૯ મહાવીર મંદિરમાં રચી હતી. તેમાં અપભ્રંશમાં રચેલા સંદર્ભો પણ છે. ઘટ્ટી એટલે બે હાટવાળા શેઠના સ્થાનમાં કે તેમની પ્રેરણાથી બનાવેલી અથવા બે ભાષામાં બનાવેલી. હદ્દી શબ્દને અર્થ હડેહાટ એ થાય છે. આ ઘટ્ટી વૃત્તિનું આ૦ ભદ્રેશ્વરસૂરિએ સંશોધન કર્યું છે. તેમણે “પ્રમાણનયતત્ત્વાલેકની લઘુવૃત્તિ “રત્નાકરાવતારિકા ” (પ૦૦૦) રચી છે. તેમાં શબ્દોની રમકઝમક અને પ્રતિભાને પરિચય મળે છે. ચક્ષુવ્યંજનાવગ્રહ (ચક્ષુપ્રાપ્યકારિતા)ને વાદ સો વૃત્તોમાં બનાવીને પિતાના કવિત્વને ખ્યાલ આવે છે અને શિવસિદ્ધિવિધ્વંસ એટલે જગત્ કર્તુત્વનિરાસવાદ માત્ર ૧૩ વર્ણો તે– ત થ ધ ન પ વ મ મ ય ર ૪ વ' અને “તિ તે સિ ટી ત” એ પ્રત્યવાળા પ્રયોગોમાં ગૂંથીને અદ્ભુત વયાકરણત્વ અને કવિત્વને પરિચય કરાવ્યું છે. એ સિવાય તેમણે નેમિનાહચરિયું, મતપરીક્ષા પંચાશત્ (૫૦૦૦), અંતરંગસંધિ (અપભ્રંશ ભાષામાં ૯ કડવકમાં), અપભ્રંશ કુલક’ સં૦ ૧૨૩૨ માં રચેલાં મળે છે. ૪. વડગછ પદાવલી ૪૧. આ વાદિદેવસૂરિ. ૪૨આ૦ ગુણચંદ્રસૂરિ––તેમણે સટીક “હેમવિભ્રમ” વ્યાકરણ વિષયક નાનો ગ્રંથ રચે છે. વળી કવિચક્રવતી પદ્ધજ્ઞાતા અને શબ્દાનુશાસનના પારગામી પં. કાકલના ઉપદેશથી પ૦ પુંડરીકે રચેલી “તવપ્રકાશિકાની વૃત્તિ રચી હતી. (-હેમસમીક્ષા, પૃ. ૪૮) ૫. વડગ૭ પટ્ટાવલી ૪૧. આ વાદિદેવસૂરિ. ૪૨. આ૦ પૂર્ણભદ્રસૂરિ–આ આચાર્યશ્રીએ કે રાજગચ્છના આ૦ ચંદ્રસૂરિના શિષ્ય પૂર્ણભદ્ર સં૦ ૧૨૫૪ ના ફાગણ વદિ ૩ ના ૧. (૧) વડગચ્છના આ વાદિદેવસૂરિના શિષ્ય આ૦ પૂર્ણભદ્ર સં. ૧૨ ૫૪, સં. ૧૨૮૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy