SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ ૫૩૭ વલી” રચી છે અને મુનિ સહજસાગરજીએ “ગુર્નાવલી-સ્તવન” રચ્યું છે. ૬૨. ભ૦ કીર્તિસાગર–તેમને સ્વ. સં. ૧૮૪૩ના ભાદરવા સુદિ ૬ના રોજ સુરત બંદરમાં થયો. તેમના શિષ્ય શિવરને ચૌદ ગુણસ્થાનકસ્તવન” (કડીઃ ૯૮) રચ્યું છે. ૬૩. ભર પુણ્યસાગર–તેમને સં. ૧૮૭૦ ના કાર્તિક સુદિ ૧૩ ના રોજ પાટણમાં સ્વર્ગવાસ થયે. ૬૪. ભ૦ રાજેન્દ્રસાગર–તેમને સં. ૧૮૯૨ માં માંડવી બંદરમાં સ્વર્ગવાસ થયે. ૬૫. ભ૦ મુક્તિસાગર–તેમણે સં. ૧૮૯૩ માં શત્રુંજય ઉપર સુરતના શેઠ મેતીશાહની ટૂંકમાં ૭૦૦ જેટલી પ્રતિમાઓની, સં૦ ૧૮૭ ના માહ સુદિ ૫ ના રોજ નળિયામાં નાગડાગેત્રના દશા એશિવાલ શેઠ નરશી નાથાના ભ૦ ચંદ્રપ્રભના દેરાસરની, શત્રુંજય પર નરશી નાથા ટૂંકની, મુંબઈમાં મેતીશાહના દેરાસર વગેરે ઘણા સ્થાનમાં પ્રતિષ્ઠા અને અંજનશલાકાએ કરાવી હતી. શેઠ નરશી નાથાએ પાલીતાણામાં ધર્મશાળા બંધાવી હતી અને મુંબઈમાં જેને ઘણી મદદ આપી કચ્છી પ્રજા ઉપર ભારે ઉપકાર કર્યો હતે. ભટ્ટારકજી સં. ૧૯૧૪માં સ્વર્ગસ્થ થયા હતા. મુંબઈના શાહ સોદાગર શેઠ મોતીશાહે પાલીતાણામાં ધર્મશાળા બંધાવી શત્રુંજયને સંઘ કાઢ્યો અને કુંતાસરને ખાડે પુરાવી ટૂંક બંધાવી. મુંબઈ વગેરેમાં ઘણું ધર્મશાળાઓ, પાંજરાપોળ, દવાખાનાં બનાવ્યાં. મુંબઈમાં ભાયખલામાં દેરાસર બંધાવ્યું. તે સંછ ૧૮૨ ભાદરવા સુદિ ૧૨ રવિવારે મુંબઈમાં મરણ પામ્યા. તેમના પુત્ર ખીમચંદે સં. ૧૮૯૩ ના માહ મહિનામાં શત્રુંજય ઉપર ૧૦ લાખ ખરચી મેતીશાહ ટ્રકની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૮૫ના માહ શુદિ ૬ના મુંબઈમાં ભાયખલામાં ભ૦ આદીશ્વરના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. ૬૬. ભર રત્નસાગર–તેમના સમયમાં કોઠારાના દશા એશવાલ ગાંધી શેઠ કેશવજી નાયકે સં. ૧૯૨૧ના માહ સુદિ ને ગુરુવારે શત્રુંજય ઉપર ટૂંક બંધાવી. તેની અંજનશલાકા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy