SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ , ૫૨૯ સંભવનાથચરિત્ર, ધાતુપારાયણ, લક્ષણશાસ્ત્ર, રાજીમતી–નેમિસંબંધ, સૂરિમંત્રદ્ધાર (ગ્રં૦ ૫૫૮), સં. ૧૪૪માં સત્તરિભાષ્યવૃત્તિ, કંકાલય રસાધ્યાય, (જળ પ્રબંધ) સં. ૧૪૩૮માં, અંચલગચ્છપટ્ટાવલી તથા વિચારશ્રેણિ રચ્યાં છે. તેમના સમયે પારકરમાં ગેડી પાર્શ્વનાથની ઉત્પત્તિ થઈ હતી. એમના સમયમાં ગુરુભાઈ આ૦ રશેખરથી “મુનિશેખરશાખા” ચાલી અને આ૦ ભુવનતુંગથી ‘તુંગ શાખા” ચાલી. આ૦ મહેદ્રપ્રભસૂરિના શિષ્ય શાખાચાર્ય ભુવનતુંગસૂરિએ જૂનાગઢમાં રા'ખેંગારની સભામાં ગારુડીને હઠાવી સાપને ધંધો છોડાવ્યો તેમ તેમના ઉપદેશથી ઘાણી, ભઠ્ઠીઓ બંધ રહી, મચ્છીમારેએ જાળ તેડી. તેમણે રષિમંડળ, આઉરપચ્ચખાણ, ચતુર શરણની ટીકાઓ રચી. તેઓ મેટા મંત્રવાદી હતા. આ સમર્થ શાખાચાર્ય આ૦ અભયસિંહના ઉપદેશથી સંતુ ૧૪૩રમાં પાટણમાં શા. ખેતા તેડા મીઠડિયાએ ભવ પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી જે ગેડી પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થઈ છે. એ સમયે ભુવનતુંગસૂરિ તથા શાખાચાર્ય આ૦ જયતિલક (સં. ૧૪૭૧) એ બંને મહાપ્રાભાવિક હતા. તેમજ શાખાચાર્ય મહીતિલક (સં. ૧૪૭૧) સમર્થ આચાર્યો હતા. આ મેરૂતુંગસૂરિના પરિવારમાં આ૦ રત્નશેખર, આ મહીતિલક, આ મેરુનંદન, આ૦ માણેક સુંદર, આ ગુણસમુદ્ર, આ૦ જયકીર્તિ વગેરે ૬ આચાર્યો, માણેકશેખર વગેરે ૪ ઉપાધ્યાયે, પંન્યાસ, સાધુ, સાધ્વી, મહિમાશ્રીજી મહત્તરા, પ્રવર્તિની વગેરે પરિવારગણું હત. (રાસ) પરઆ૦ જયકીતિસૂરિ– તિમિરપુરના શેઠ ભૂપાલ નામે હતા. તેમને ભ્રમરીદેવી નામે પત્ની હતી. તેમણે સં૦ ૧૪૩૩માં જયંતકુમારને જન્મ આપ્યો. આ મેરૂતુંગસૂરિએ તેને સં. ૧૪૪માં દીક્ષા આપી. સં. ૧૮૬૭માં ખંભાતમાં આચાર્ય પદ આપ્યું અને સં૦ ૧૪૭૩માં તેમણે પાટણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy