SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ - આચાર્યશ્રીને સાપ કરડ હતા, તેનું ઝેર તેમણે પોતે ધ્યાનથી ઉતાર્યું હતું. અહીં એક અજગર બહુ નુકસાન કરતા હતા તે માટે “જીરાવલાસ્તોત્રમ્ નમો વવાય (ગાથા: ૧૪) રચી ઉપસર્ગ દૂર કર્યો હતે. (જેનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૦૯) સં. ૧૪૪પના ફાગણ વદિ ૧૧ના રોજ પાટણમાં ગુરુમહારાજે તેમને ગચ્છનાયકપદ આપ્યું અને આ રત્નશેખરને યુવરાજપદ આપ્યું. - આચાર્યશ્રીએ વડનગરમાં નગરશેઠના પુત્રનું ઝેર ઉતારી નાગર બ્રાહ્મણોને જૈન બનાવ્યા હતા. તેમને ઉપદેશ આપી જૈન દેરાસરો અને ઉપાશ્રયે બંધાવ્યા હતા. “જેસાજી પ્રબંધ’માં તેમણે જણાવ્યું છે કે, તેમના ઉપદેશથી જેસાજી લાલને ઉમરકેટમાં ૭૨ દેરીવાળો ભ૦ શાંતિનાથને જિન પ્રાસાદ બંધાવ્યું અને શત્રુંજય આદિ મેટાં તીર્થોને સંઘ કાઢો. એ સંઘનું વર્ણન પણ તેમાં આપ્યું છે. - શત્રુંજયમાં દીવાથી ચંદરે બળી રહ્યો હતો તે તેમણે ખંભાતમાં બેઠા હાથમાંની મુહપત્તિને ચોળી નાખીને હલવ્યું હતું. તેમની પાસે દેવીઓ આવતી હતી એમ પણ કહેવાય છે. - તેમના ઉપદેશથી ઘણી પ્રતિષ્ઠા અને અંજનશલાકાઓ થઈ હતી. તેમજ કેટલીક દાનશાળાઓ પણ ખુલ્લી મુકાઈ હતી. - તેઓ સં. ૧૪૭૧માં (સં. ૧૪૭૩ના માગશર સુદિ ૧૫ના રોજ પાટણમાં) જૂનાગઢમાં આ૦ જયકીતિને પિતાની પાટે સ્થાપન કરી સ્વર્ગે ગયા. છેતેમણે સં. ૧૪૪૪માં કાતંત્રનું બાલધ-વ્યાકરણ, ભાવકર્મા પ્રકિયા, મેઘદૂતવૃત્તિ, શતકભાષ્ય, જેનેમેઘદૂતકાવ્ય, નાભિવંશસંભવકાવ્ય, યદુવંશસંભકાવ્ય, નેમિક્તકાવ્ય, મુત્યુ |–ટીકા, સુશ્રાદ્ધકથા, ઉપદેશમાલાની ટીકા, ષદર્શન નિર્ણય, સં. ૧૪૫૩માં શતપદીસાર, રાયનામાંકચરિત્ર સં૦ ૧૪૦માં, કામદેવકથા સં૦ ૧૪૧૩ માં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy