SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સંઘે તેમને “આ પારકા છે, કેમલ પક્ષના છે” વગેરે જણાવી આચાર્યપદ આપવાને વિરોધ કર્યો પરંતુ સુવિહિત આ દેવભદ્ર આવા શક્તિસંપન્ન સાધુને બીજે જવા ન દેવાના વિચારથી અને દીર્ધદષ્ટિએ જોઈને (હિંદી) સં. ૧૧૬૭ ના અષાઢ સુદિ ૬ ના દિવસે ચિત્તોડમાં તેમને આચાર્યપદ આપ્યું. “વૃદ્ધાચાર્ય પટ્ટાવલી” માં તે આ૦ અભયદેવસૂરિએ પિતે જ સં. ૧૧૬૭માં તેમને આચાર્યપદવી આપી એમ જણાવ્યું છે. ચિત્તોડનાં દેરાસરે ત્યવાસીઓના તાબામાં હતાં. આ જિનવલ્લભસૂરિને કલ્યાણકના દિવસોમાં તેમાં પ્રવેશ મળતો નહતો, પરંતુ તેમાં પ્રવેશ કરે જરૂરી હતું આથી આ જિનવલ્લભે ભાદરવા વદિ ૧૦ ના રોજ ભ૦ મહાવીરસ્વામીની ગર્ભપહારતિથિને કલ્યાણક તરીકે જાહેર કરી, ભ૦ મહાવીરના દેરાસરમાં પ્રવેશ કર્યો. આમ દેરાસરમાં પ્રવેશ કરવામાં સફળતા મળી પણ તેમણે છઠું કલ્યાણુક ચલાવી તીર્થકરેનાં પાંચને બદલે છ કલ્યાણકેની પ્રરૂપણ કરી. આથી તેમને ગચ્છ જુદે થયે. તે સમયે જૈન શ્રમણોમાં આ૦ જિનવલ્લભનું સ્થાન ઊંચું હતું. તેમના ગ્રંથે પણ માન્ય લેખાતા હતા પરંતુ છઠ્ઠા કલ્યાણકની પ્રરૂપણું કર્યા પછી તેમાં તફાવત પડી ગયે. આ જિનદત્તસૂરિએ ઉપદેશરસાયન ગાથા: ૨૧ માં સંઘબાહ્ય કટાક્ષ કર્યો છે તે ઉપર્યુક્ત ઘટનાનું સૂચક છે. આચાર્ય જિનવલ્લભસૂરિ તે દિવસથી જૈનધર્મના સેવકને બદલે ૧. આ૦ મહેન્દ્રસૂરિ સં. ૧૨૯૪ માં લખી જણાવે છે કે, આ જિનવલભે હું કલ્યાણક સ્થાપન કર્યું. એકહરી મુહપત્તિ કરાવી અને ચેવવાસીઓની નિંદા કરી “સંધપટ્ટક'માં તેમણે જિનપ્રતિમાને વિડિશ તથા પિશિવની ઉપમા આપી અને વાંદણાના કર પરાવર્તન કરાવ્યા. (શતપદી-પદા: ૧૦૭) આ મેરૂતુંગસૂરિએ સં. ૧૪૩૮ની વિચારશ્રેણિમાં સં. ૧૧૪૪માં ખરતરમતની ઉત્પત્તિ બતાવી છે. સંભવ છે કે આ સાલ કલ્યાણક પ્રરૂ પણાની હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy