________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨
[ પ્રારા
તેત્ર” (લે. ૧૦) રચ્યું છે. માનન્નિારમાળો (લે. ૧૦, ચરણ ૩) (જૂઓ, પ્રક. ૪૧, “વાર્ધયાનવંશ” ) - ૧૦. આહ ઉદયપ્રભસૂરિ.
૨. નાગૅદ્રગચ્છીય પટ્ટાવલી ૧. આ મહેંદ્રસૂરિ—તેઓ આ૦ શીલગુણસૂરિ અને આ દેવચંદ્રસૂરિની પરંપરામાં થયા.
૨, આ શાંતિસૂરિ–તેઓ સં. ૧૧૫૦ લગભગમાં વિદ્યમાન હતા. તેમણે સંભવતઃ “વાસુપૂજ્યચતિ”ની રચના કરી.
૩. આ આનંદસૂરિ, આ અમરચંદ્રસૂરિ–આ બંને આચાર્યોએ બાળપણથી સમર્થ વાદી તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ તેમને “વ્યાઘશિશુક” અને “સિંહશિશુક” તરીકે સંબંધિત હતો. આ અમરચંદ્રસૂરિએ “સિદ્ધાંતાર્ણવ” ગ્રંથની રચના કરી છે.
ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે નેંધ્યું છે કે, મહાતાર્કિક ગંગેશ ઉપાધ્યાયે પિતાના નવ્ય ન્યાયના “તત્ત્વચિંતામણિ” ગ્રંથમાં વ્યાપ્તિનાં બે લક્ષણોનું નામ સિંહ-વ્યાધ્ર આપ્યું છે, જે ઉપર્યુક્ત આચાર્યોને બિરૂદના આધારે આપેલું જણાય છે.
૪. આ૦ હરિભદ્રસૂરિ–તેઓ “કલિકાલગૌતમ” તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેમણે “તત્વપ્રબોધ ગ્રંથ રચ્યા છે. તેમજ સં. ૧૨૫૦ માં મંત્રી નીનાના વંશના મંત્રી પૃથ્વીપાલના પુત્ર અને ગૂર્જરેશ્વર કુમારપાલના મહામાત્ય ધનપાલની વિનતિથી “ચંદ્રપ્રભચરિત”ની રચના કરી છે.
, ૫, આ વિજયસેનસૂરિ–તેઓ પ્રખર વક્તા હતા. તેઓ પંચાસર પાર્શ્વનાથ તીર્થના ઉપાશ્રયમાં ઉપદેશ દેતા હતા. તેમની વાણું અમેઘ મનાતી હતી. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ વગેરે તેમના જ શ્રદ્ધાળુ ભક્ત શ્રાવકે હતા. તેમણે બંધાવેલાં સમગ્ર જિનમંદિરની પ્રતિષ્ઠા આ આચાર્યશ્રીના હાથે થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org