________________
પત્રિીશમું ]
આ ઉદ્યોતનસૂરિ તેમણે ઘણા મનુષ્યને પ્રતિબોધ કર્યો હતે. તેમણે સં. ૧૧૭૨ માં પંચાશકચૂર્ણિ, સં. ૧૧૭૪માં ઈર્યાપથિકીચૂર્ણિ, ચૈત્યવંદનચૂર્ણિ, વંદનચૂર્ણિ, સં૦ ૧૧૭૬ માં પિંડવિશુદ્ધિ, સં. ૧૧૮૦ માં પક્ખીસૂત્રવૃત્તિ (ગ્રંથાગઃ ર૭૦૦)” વગેરે ગ્રંથની રચના કરી. આ આચાર્ય નાગૅદ્રગચ્છના હતા અને એ જ અરસામાં આ૦ શાલિભદ્રના પટ્ટધર આ ચંદ્રસૂરિ નામે રાજગચ્છમાં થયા, જેઓ મહાન ગ્રંથકાર હતા.
(-પ્રક. ૧૫, પૃ૦ ૩૪૨; પ્રક૩૨, પૃ. ૫૦૯ પ્ર. ૩૫મું) ૫. આગ દેવસૂરિ–તેઓ પરમ શાંત તરીકે ઓળખાતા હતા.
૬. આ૦ અભયદેવ–કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિએ રાજા પાસે તેમની પ્રશંસા કરી હતી.
૭. આ૦ ધનેશ્વર–તેઓ અતિરૂપાળા અને મધુરભાષી હતા.
૮. આ વિજયસિંહરિ–તેઓ મોટા વિદ્વાન હતા. તેમણે “સામ્યશતક, સુજનભાવના તથા સં૦ ૧૨૧૫માં પાલીમાં “જબૂદીવસમાસ”ની “વિનેયજનહિતા–વૃત્તિ” રચી હતી તેમ જ કવિવર આસડની “વિવેકમંજરીને શુદ્ધ કરી હતી.
તેમની પાટે બે આચાર્યો થયા. ૧. આ દેવેંદ્રસૂરિ અને ૨. આ૦ વર્ધમાનસૂરિ - આ દેવેંદ્રસૂરિ આ. વિજયસિંહસૂરિના ગુરુભાઈ હતા, પણ તેઓ આ. વિજયસિંહસૂરિની પાટે આવ્યા હોય એમ જણાય છે. તેમણે સં. ૧૨૬૪માં સેમેશ્વરપુરમાં “ચંદ્રપ્રભચરિત”ની રચના કરી છે.
૯આ૦ વમાનસૂરિ તેમણે ગલકકુલના દંડનાયક આહૂલાદનને ઉપદેશ આપી, તેની પાસે પાટણના નાગૅદ્રગથ્વીય ભ૦ વાસુપૂજ્ય સ્વામીના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું તેમ જ એ જ દંડનાયકની વિનતિથી સં. ૧૨૯માં પાટણમાં એ જ દેરાસર પાસેના ઉપાશ્રયમાં રહીને “શ્રીવાસુપૂજ્યચરિત” (સર્ગઃ ૪, ગ્રંથા: ૫૪૯૪)ની રચના કરી. દંડનાયક આહૂલાદને સંસ્કૃતમાં “પાર્શ્વનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org