SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ સીધી જળરાષ્ટ્રમાં શિવ આડત્રીસમું ] આ સર્વ દેવસૂરિ ૩૮૧ ત્યાગ કર્યું. રાજા અર્જુનદેવે (સં. ૧૩૧૮ થી સં. ૧૩૩૧) ઘણું રુદન કર્યું, તેણે ખાધું પણ નહીં. આ૦ શ્રીષેણે ઉપદેશ આપી તેમના ભાઈ રાજ અને પદ્મને શેક મુકાબે અને બંને ભાઈઓને વિશેષપણે ધર્મમાં પ્રીતિ લગાડી. (–આ. ધનપ્રભસૂરિ શિષ્ય આ સર્વાનંદચિત જગડૂચરિત મહાકાવ્ય, સર્ગઃ ૭, લેક ૩૮૭, જેનસત્યપ્રકાશ, કઃ ૧૧૬) સૌરાષ્ટ્રના દક્ષિણ વિભાગના સમુદ્ર કાંઠાના પ્રદેશમાં સાધારણ જનતાની લેકવાણીમાં શેઠ જગડૂ શાહની યશગાથા છુપાયેલી મળે છે. સૌરાષ્ટ્રની પશ્ચિમમાં, દક્ષિણમાં અને પૂર્વમાં સમુદ્ર વીંટાયેલ છે. સમુદ્રના વ્યાપારીએ આ રસ્તે થઈ ઘણી વાર પસાર થાય છે. ભદ્રાવતીથી જળરસ્ત ખંભાત જવું હોય તે સમુદ્ર કિનારે ઘણું બંદરે આવે છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ છેડે સમુદ્ર કિનારે કેયલા નામે પહાડી છે. તેની ઉપર વિક્રમની ચૌદમી શતાબ્દીમાં દેવીનું મંદિર હતું. એ દેવી તથા મંદિર દક્ષિણાભિમુખ હતાં. મુસાફરે એમ માનતા હતા કે “મધ્યાહ્ન સમયે આ મંદિરની નીચે દેવીની દષ્ટિએ માર્ગમાં જે વહાણ આવે તે નાશ પામે.” એક વાર જગડુ શાહ પોતાના દત્તક પુત્ર તથા પરિવારને સાથે લઈ ભદ્રાવતીથી વહાણમાં બેસી ચાલ્યા જતો હતો. મધ્યાહ્ન થવાને ડીએક વાર હતી અને સામે દેવીનું મંદિર દેખાતું હતું, ત્યારે ખલાસીઓ બોલ્યા : “શેઠજી, આપણું વહાણને હાલ તુરતમાં ડી ઘડીઓ માટે અહીં જ લંગારવાં પડશે, કારણ કે મધ્યાહ્ન સમયે આ દેવીની દષ્ટિમાં જે વહાણ આવે છે તે સર્વથા નાશ પામે છે. જગડુ શાહે લેકમાન્યતાને જાણું ત્યાં સમુદ્ર કિનારે વહાણ થંભાવ્યાં અને આપણે થોડાક દિવસ અહીં રોકાવું છે એમ જાહેર કર્યું. શેઠ કરુણામૂર્તિ હતો, સાચે દયાભક્ત હતા. તેણે પહાડી ચડી દેવીના મંદિરમાં જઈ આસન જમાવી એક પછી એક ત્રણ ઉપવાસ કર્યા. એ તપથી પ્રસન્ન થઈ દેવીએ શેઠને પૂછયું, “શું જોઈએ છે? વરદાન માગી લે.” શેઠે બે હાથ જોડી વિનતિ કરી, “માતાજી! સમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy