________________
૩૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ના મુસાફરે બપોરે અહીંથી પસાર થાય તે તેઓ જાનમાલથી જાય છે. માતા એ માતા જ છે, તો તારે તારા આ પુત્રો ઉપર વાત્સલ્યભાવ લાવી આ માનવસંહાર બંધ કરવો જોઈએ એવી આ બાળકની વિનંતિ છે.” દેવી ધમધમીને બેલી, “એ નહીં જ બને. તું તારી હઠ છોડી દે અને ચાલ્યો જા.” શેઠ ખૂબ કરગર્યો એટલે દેવી બેલી કે, “તારે જે સંહાર બંધ જ કરાવવું હોય તે મારી દેરીએ ચડવાનાં ૧૦૮ પગથિયાં છે, એ દરેક પગથિયે એક એક પાડાનું બલિદાન આપે તો આ માનવસંહાર સદાને માટે બંધ કરીશ. બસ, હવે માત્ર બે જ માર્ગ છે : બલિદાન આપ અથવા ચાલ્યો જા.”
શેઠ દેવીની વાણી સાંભળી વિચારમાં પડ્યો. માનવસંહાર રોકવા માટે પશુઓને સંહાર! આ તો કેવળ સંહારલીલા જ છે, પરંતુ શેઠે તરત જ મુનિમેને હુકમ કરી પાડા મંગાવ્યા. ૧૦૬ પાડા આવી ગયા. સારે દિવસ જોઈ બલિદાન દેવાનો પ્રબંધ ગોઠવ્યું. તે દિવસે પહેલે પગથિયે જઈ દેવીને વિનંતિ કરી કે, માતાજી ! તું માનવસંહાર બંધ કરે એ માટે આ ભેગ આપવામાં આવે છે. હું, મારે પુત્ર અને ૧૦૬ પાડા તૈયાર છે, પણ તે માનવસંહાર સદાને માટે બંધ કરજે એમ કહી શેઠે હાથમાં તરવાર લઈ જય માતા કહી તરવારને પોતાની ગરદન ઉપર ઉગામી પણ એકાએક અજવાળું થયું, સૌ કઈ પ્રકાશમાં ચકાએંધ બની ગયા. કેઈઅદશ્ય હાથે આવી શેઠના હાથને પકડી રાખે અને ગેબી અવાજ કર્યો, “બસ, શેઠ ! મારે તારું સત્વ જેવું હતું. તારા સાહસ અને પ્રાણીપ્રેમથી હું પ્રસન્ન થઈ છું. હવે તું એક કામ કર. આ પહાડી પર મારી દક્ષિણમુખી દેરી છે તેને સ્થાને ઉત્તરમુખી દેરી બનાવીને મને તેમાં બેસાડજે જેથી દરિયાના મુસાફરોને ભય આજથી દૂર થાય. હવે એક પણ વહાણ મારા કારણે નાશ નહીં પામે.”
જગદ્ગ શાહે ત્યાં દેવીની ઉત્તરમુખી દેરી બનાવી અને તેમાં દેવીને બેસાડી. લેકેએ આ સાહસવીર ઉપકારી પિતા-પુત્રનાં પૂતળાં બનાવી તે દેરીની બહાર બેસાડ્યાં અને દેવીની આરતી થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org