SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આપવા માટે નક્કી કરેલા અનાજના ૭૦૦ કેકાર હતા. તેથી રાજાએ નાગડ મંત્રી દ્વારા જગડુ શાહને બેલાવી અનાજની માગણી કરી. જગડુશાહે કહ્યું કે, “આ અનાજ તે ગરીબનું છે, મેં આપી દીધું છે, એટલે તે મારું નથી.” રાજાએ નમ્રતાથી કહ્યું, “તે મારી પ્રજાની શી દશા થશે?” એ પછી જગડુ શાહે વસલદેવને અને બીજા રાજાઓને અનાજ પૂરું પાડ્યું. અનાજ આપ્યાની વિગત આ રીતે મળે છે –જગÇશાહે રાજા વીસલદેવને ૮૦૦૦ મૂડા, સિંધના હમીરને ૧૨૦૦૦ મૂડા, માળવાના મદનવર્માને ૧૮૦૦૦ મૂડા, દિલ્હીના મજુદીનને ૨૧૦૦૦ મૂડા, કાશીના રાજા પ્રતાપને ૬૨૦૦૦ મૂડા, (મેવાડના રાણાને ૩ર૦૦૦ મૂડા) કંદિલને ૧૨૦૦૦ મૂડા અનાજ આપ્યું અને સોરઠ, ગુજરાત તથા રેવા કાંઠામાં ૩૩ દાનશાળાઓ, કચ્છ, મારવાડ તથા ધારામાં ૩૦, મેવાડ, માળવા તથા ઢાળમાં ૪૦ અને બીજી છૂટીછવાયી ૯ એમ કુલ મળીને ૧૧૨ દાનશાળાઓ સ્થાપના કરી. જગદ્ગ શાહે આ દુકાળમાં કુલ ૯૦૦૦ મૂડા, (૮૦૬૦૭૦પ૭૨ મણ) અનાજનું દાન કર્યું હતું. ગરીબને લજજાપિંડમાં કરેડે સેનામહારનું દાન આપ્યું હતું એ રીતે તેણે સર્વત્ર દાનવીર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી. જગડુ શાહ અને નાગડ મંત્રી વચ્ચે ગાઢ મૈત્રી જામી હતી એ સમયે જ રાજા વિસલદેવના ઘડાને પ્રસંગ બન્યો હતો. એટલે એ મૈત્રીમાં ઘણું જ વધારો થયે. આ પરમદેવને સ્વર્ગવાસ થયો અને આ૦ શ્રીષેણ તેમની પાટે આવ્યા. તેઓ પણ મહાપ્રાભાવિક હતા. તેમણે ગારુડીયેગીના સાપનું ઝેર ઉતારી તેને જીતી લીધું. દેગી તે પછી સાપ કરડવાથી સાતમા દિવસે કંથકોટમાં મરણ પામે. જગ શાહ ધર્મધ્યાનમાં મસ્ત બની સં. ૧૩૨૦ થી ૧૩૩૦ના ગાળામાં મરણ પામે. તે ૭૨ વર્ષ જીવ્યું. તેના મરણના સમાચાર સાંભળી ભારતભરમાં ખૂણે ખૂણે શેક છવાયે. દિલ્હીના બાદશાહે તેના માનમાં પિતાને મુકુટ ઉતાર્યો. સિંધપતિએ બે દિવસ માટે અન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy